માદુરોની ધરપકડના મુદ્દે યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ પુતિનનું નામ લીધા વિના કહ્યું...
વૉલોદિમીર ઝેલેન્સ્કી
વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને અમેરિકાએ નાટકીય રીતે પકડી લીધા બાદ યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કીએ કરેલી એક કમેન્ટમાં સૂચવવામાં આવ્યું છે કે વૉશિંગ્ટન હવે સરમુખત્યારોનો સામનો કરતી વખતે આગળ શું કરવું એ જાણે છે. ઝેલેન્સ્કીએ કોઈ નેતાનું નામ લીધું નથી કે તેમણે રશિયા કે પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો સીધો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ યુક્રેન પર રશિયાના સતત આક્રમણ વચ્ચે આપવામાં આવેલી તેમની કમેન્ટના સમય અને સંદર્ભે તેઓ કોનો ઉલ્લેખ કરી રહ્યા છે એ સ્પષ્ટ છે.
યુરોપિયન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથેની બેઠક બાદ ઝેલેન્સ્કીને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહી પર પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે એક સ્મિત સાથે જવાબ આપ્યો કે ‘મારે આના પર કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ? હું શું કહી શકું? જો આવા સરમુખત્યારોનો સામનો આ રીતે જ કરવો શક્ય હોય તો અમેરિકા જાણે છે કે આગળ શું કરવું જોઈએ.’


