Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૯ ઈરાનીઓને પાકિસ્તાને એન્ટ્રી આપવાનો ઇનકાર કરી દીધો

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૯ ઈરાનીઓને પાકિસ્તાને એન્ટ્રી આપવાનો ઇનકાર કરી દીધો

Published : 12 November, 2026 07:29 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાએ નવ ઈરાનીઓને ડિપોર્ટ કરીને પાકિસ્તાન મોકલવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં આ ઈરાનીઓને પાકિસ્તાનની સરહદથી ઈરાન મોકલવાની યોજના હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાએ નવ ઈરાનીઓને ડિપોર્ટ કરીને પાકિસ્તાન મોકલવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં આ ઈરાનીઓને પાકિસ્તાનની સરહદથી ઈરાન મોકલવાની યોજના હતી, પણ આ નવ ઈરાનીઓને લઈને અમેરિકાથી આવી રહેલા પ્લેનને ઊતરવા દેવાનો પાકિસ્તાને ઇનકાર કરી દીધો હતો, પરિણામે આ પ્લેન ઊપડ્યાના માત્ર અડધા કલાકમાં પાછું વાળવાની અમેરિકાને ફરજ પડી હતી.
ઈરાન અને અફઘાનિસ્તાન જેવા જે દેશો સાથે અમેરિકાના સીધા રાજદ્વારી સંબંધો નથી ત્યાંના અમેરિકામાં રહેતા લોકોને ડિપોર્ટ કરવા માટે ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાન મારફત તેમનો દેશનિકાલ કરવાની યોજના બનાવી છે. પાકિસ્તાને અફઘાની લોકોને ઉતારવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ ઈરાનીઓ માટે ઇનકાર કરતાં અમેરિકાની યોજના ખોરવાઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 07:29 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK