Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Taiwan News: સેક્સ કરવા માટે બેડોળ પતિ પાસે ફી વસૂલતી હતી પત્ની, આખરે કોર્ટે કરી આપ્યો રસ્તો

Taiwan News: સેક્સ કરવા માટે બેડોળ પતિ પાસે ફી વસૂલતી હતી પત્ની, આખરે કોર્ટે કરી આપ્યો રસ્તો

Published : 08 August, 2024 01:07 PM | IST | Taiwan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Taiwan News: સેકસની ઈચ્છા થતાં પતિ પાસે રોકડા માંગતી અને ઇનકાર કરતી પત્નીથી છૂટકારો મેળવવા માટે પતિએ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી

છૂટાછેડાની પ્રતીકાત્મક તસવીર

છૂટાછેડાની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ૨૦૨૧માં પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ પત્નીએ બધુ થાળે પડશે એવું વચન આપ્યું હતું
  2. પતિ સેક્સ કરવા ઈચ્છતો ત્યારે પત્ની ફીની માંગણી કરી હતી
  3. કોર્ટને પણ જણાયું કે આ બંનેનાં સંબંધો સુધરે તેમ નથી

તાઈવાન (Taiwan News)માં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલ દ્વારા છૂટાછેડાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તાઇવાનનાં આ પતિએ છૂટાછેડા માટેની અરજી કરતાં જણાવ્યું હતું કે જ્યારે પણ સેક્સ કરવાની વાત આવતી ત્યારે પત્ની તેની પાસેથી રોકડાની માંગણી કરતી હતી. તે પોતે જાડો અને બેડોળ હોવાથી પત્ની તેની સાથે સંભોગ કરવા ઇચ્છતી નહોતી. અને તેથી જ તે અવારનવાર સેકસનો ઇનકાર કરી દેતી હતી. 


પતિએ છૂટાછેડાની અરજી કરી ત્યારે પત્નીએ કર્યો વિરોધ



તમને જણાવી દઈએ કે અવારનવાર સેકસની ઈચ્છા થતાં પતિ પાસે રોકડા માંગતી અને ઇનકાર કરતી પત્નીથી છૂટકારો મેળવવા માટે પતિએ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી પણ આ સમયે પત્નીએ તેનો ઉગ્ર વિરોધ બતાવ્યો. પ્રાપ્ત અહેવાલો અનુસાર પત્નીએ તેની સાથે સેક્સ માણવાનો ઇનકાર કર્યો હોવાના આધારે કોર્ટે તેને છૂટાછેડા પણ આપી દીધા હતા.


Taiwan News: તમને જણાવી દઈએ કે આ દંપતીએ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા અને આ બંનેને બે બાળકો પણ છે. અહેવાલો અનુસાર પત્નીએ 2017માં દર મહિને એકવાર સેક્સ માટે રેશનિંગ કર્યું હતું પરંતુ 2019માં કોઈ પણ કારણ આપ્યા વિના સેક્સની વાત આવતી ત્યારે તે સંપૂર્ણપણે નન્નો કરતી હતી. અને પતિ પાસે રોકડા માંગતી હતી. આ સાથે જ ફરિયાદી પતિએ એવું પણ જણાવ્યું હતું કે પત્નીએ તેમના સંબંધીઓને એવું કહ્યું હતું કે તેનો પતિ ખૂબ જ જાડો અને બેડોળ છે. 

વર્ષ ૨૦૨૧માં તો પત્ની માની ગઈ હતી પણ,.. 


તમને જણાવી દઈએ કે ૨૦૨૧માં પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ પત્નીએ વચન આપ્યું હતું કે તે તેમના સંબંધો પર કામ કરશે, તેથી પુરુષે મુકદ્દમો પાછો ખેંચી લીધો હતો. એટલું જ નહીં તેણે પોતાની મિલકત તેણીના નામે પણ કરી લીધી હતી. 

Taiwan News: જો કે, ત્યારબાદ પણ પત્નીએ પતિ સાથે ભાવનાત્મક રીતે દુર્વ્યવહાર કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને જ્યારે પણ પતિ સેક્સ કરવા ઈચ્છતો ત્યારે પત્ની ફીની માંગણી કરી હતી. આખરે પતિએ કંટાળીને આ વર્ષે ફરીથી છૂટાછેડા માટે અરજી કરી હતી અને કહ્યું હતું કે તેઓ બે વર્ષથી એકબીજા સાથે વાત કરતા નથી અને જ્યારે તેઓને જરૂર હોય ત્યારે જ મેસેજિંગ એપ દ્વારા એકબીજા સાથે વાત કરે છે.

તમને જણાવી દઈએ કે દંપતીએ વચ્ચે તો મેરેજ કાઉન્સેલિંગ પણ અજમાવ્યું હતું પરંતુ તેનાથી ફાયદો થયો ન હતો. આખરે તાઇવાન (Taiwan News)ની કોર્ટે દંપતીનાં છૂટાછેડા મંજૂર કર્યા હતા કારણકે કોર્ટને પણ જણાયું કે આ બંનેનાં સંબંધો સુધરે તેમ નથી. જો કે, પત્ની છૂટાછેડા માંગતી ન હતી અને તેથી તેણે ઉચ્ચ અદાલતમાં અરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 01:07 PM IST | Taiwan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK