Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તાઇવાન જોરમાં, કમાણી એટલી થઈ છે કે ૨૦૨૭માં દેશના દરેક નાગરિકને આપશે ૩૦,૦૦૦ રૂપિયા

તાઇવાન જોરમાં, કમાણી એટલી થઈ છે કે ૨૦૨૭માં દેશના દરેક નાગરિકને આપશે ૩૦,૦૦૦ રૂપિયા

Published : 20 August, 2026 09:04 AM | IST | Taipei
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાઇવાનનું અર્થતંત્ર અગાઉની આગાહી કરતાં વધુ મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


તાઇવાનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર અને હાઈ-પર્ફોર્મિંગ કમ્પ્યુટિંગમાં બૂમના કારણે મજબૂત આર્થિક વૃદ્ધિ થઈ હોવાથી સરકારી આવકમાં જોરદાર વધારો થયો છે અેથી તાઇવાન સરકારે આવતા વર્ષે દરેક નાગરિકને ૧૦,૦૦૦ ન્યુ તાઇવાન ડૉલર (આશરે ૩૦,૦૦૦ રૂપિયા) આપવાની યોજના બનાવી છે. તાઇવાનનું અર્થતંત્ર અગાઉની આગાહી કરતાં વધુ મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે અને દેશ સંભવતઃ નાગરિકો સાથે AIના લાભો શૅર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે.

તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ દરેક નાગરિકને ૧૦,૦૦૦ ન્યુ તાઇવાન ડૉલર રોકડમાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવિત ચુકવણી તાઇવાનના ૨૦૨૭ના કેન્દ્ર સરકારના બજેટનો એક ભાગ છે અને અેનો ખર્ચ લગભગ ૨૩૫.૭ અબજ તાઇવાન ડૉલર (આશરે ૭૦,૭૦૦ કરોડ રૂપિયા) થશે. સરકાર બજેટને સંતુલિત રાખીને અને ચોખ્ખા દેવામાં વધારો ટાળીને અપેક્ષા કરતાં વધુ મજબૂત આર્થિક વૃદ્ધિના લાભો નાગરિકો સાથે શૅર કરવાનો ઇરાદો ધરાવે છે. ૭૦,૭૦૦ કરોડ રૂપિયાના ભંડોળ છતાં તાઇવાનમાં ચોખ્ખા દેવામાં વધારો થશે નહીં.



સિરિયાના ઍરબેઝ પર ઇઝરાયલનો હુમલો, અમેરિકાએ ગણાવ્યો બિનજરૂરી


ઇઝરાયલી વિમાનોએ મંગળવારે વહેલી સવારે ઉત્તર સિરિયાના ઇદલિબના પૂર્વીય ગ્રામ્ય વિસ્તારમાં અબુ અલ-દુહુર લશ્કરી ઍરબેઝના રનવેને નિશાન બનાવીને ૮ હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓને કારણે ઍરબેઝ પરના માળખાને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે સિરિયાના અમેરિકન રાજદૂત ટૉમ બૅરૅકે ઇઝરાયલના હવાઈ હુમલાની ટીકા કરીને એને બિનજરૂરી ગણાવ્યો હતો. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે સિરિયાની સરકારે ન તો હુમલો કરવાનું વલણ અપનાવ્યું છે કે ન તો પ્રૉક્સી દળો જાળવી રાખ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 09:04 AM IST | Taipei | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK