Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હોર્મુઝમાં ૩ અમેરિકન નેવી ડિસ્ટ્રૉયર પર પ્રહાર બાદ ઈરાનનો UAE પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો

હોર્મુઝમાં ૩ અમેરિકન નેવી ડિસ્ટ્રૉયર પર પ્રહાર બાદ ઈરાનનો UAE પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો

Published : 09 May, 2026 12:44 PM | IST | UAE
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાએ ગોળીબાર માટે ઈરાનને દોષી ઠેરવ્યું હતું, ત્યારે તેહરાનના લશ્કરી કમાન્ડે વૉશિંગ્ટન પર ગોળીબાર શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે એનાં દળોએ તાત્કાલિક અને બદલામાં અમેરિકન લશ્કરી જહાજો પર હુમલો કર્યો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી ૩ અમેરિકન નેવી ડિસ્ટ્રૉયરને લક્ષ્ય બનાવીને ઈરાની હુમલાખોરોના અટૅકને અમેરિકન દળોએ નષ્ટ કર્યાના કલાકો પછી તેહરાને શુક્રવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. UAEના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને રોકી દીધા છે, પ્રોજેક્ટાઇલને નષ્ટ કરવામાં આવ્યા છે. મંત્રાલયે લોકોને સલાહ આપી હતી કે હુમલા સફળતાપૂર્વક રોકવામાં આવ્યા બાદ એના પરિણામે પડેલા કોઈ પણ કાટમાળ અથવા ટુકડાઓની નજીક જશો નહીં, ફોટોગ્રાફ લેશો નહીં અથવા એને સ્પર્શ કરશો નહીં.

કોનો વાંક છે?



અમેરિકાએ ગોળીબાર માટે ઈરાનને દોષી ઠેરવ્યું હતું, ત્યારે તેહરાનના લશ્કરી કમાન્ડે વૉશિંગ્ટન પર ગોળીબાર શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે એનાં દળોએ તાત્કાલિક અને બદલામાં અમેરિકન લશ્કરી જહાજો પર હુમલો કર્યો હતો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ જણાવ્યું હતું કે તેહરાન પોતાના વિચારોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી મધ્યસ્થી પાકિસ્તાનને પોતાનો અભિપ્રાય જણાવશે.


UAEના સંરક્ષણ મંત્રાલયે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટમાં ચેતવણી આપી હતી કે ઍર ડિફેન્સ સિસ્ટમ હાલમાં ઈરાનથી થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરી રહી છે અને સંરક્ષણ મંત્રાલય પુષ્ટિ કરે છે કે દેશના વિવિધ ભાગોમાં સંભળાતા અવાજો UAEના હવાઈ સંરક્ષણ તંત્ર દ્વારા બૅલિસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનને અટકાવવાનું પરિણામ છે. ગુરુવારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકન દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે ૩ અમેરિકન નેવી ડિસ્ટ્રૉયરને નિશાન બનાવતા ઈરાની હુમલાખોરોને નષ્ટ કરી દીધા હતા, જ્યારે તેહરાનને ચેતવણી આપી હતી કે જો એ ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરશે તો કડક બદલો લેવામાં આવશે. ટ્રમ્પે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ૩ વર્લ્ડ ક્લાસ અમેરિકન ડિસ્ટ્રૉયર સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળી ગઈ છે. ગોળીબારમાં ૩ ડિસ્ટ્રૉયરને કોઈ નુકસાન થયું નથી, પરંતુ ઈરાની હુમલાખોરોને મોટું નુકસાન થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 12:44 PM IST | UAE | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK