ફિરોઝા ૧૪ વર્ષમાં પ્રમોશન મેળવીને જેલર બની ગઈ અને ૧૪ વર્ષ જેલમાં રહીને અભિલાષને છોડવામાં આવ્યો. એ પછી બન્નેએ વિધિપૂર્વક લગ્ન કરી લીધાં.
ફિરોઝા ૧૪ વર્ષમાં પ્રમોશન મેળવીને જેલર બની ગઈ અને ૧૪ વર્ષ જેલમાં રહીને અભિલાષને છોડવામાં આવ્યો
મધ્ય પ્રદેશના સતનામાં એક અનોખી લવસ્ટોરી સામે આવી છે. અહીં જેલની મહિલા ઑફિસર ફિરોઝા ખાતૂને એ જ જેલમાં સજા ભોગવી ચૂકેલા અભિલાષ નામના કેદી સાથે લગ્ન કરી લીધાં હતાં. પાંચમી મેએ છતરપુરમાં બન્નેનાં હિન્દુ રીતરિવાજથી લગ્ન થયાં હતાં. સ્વાભાવિક છે કે આ લગ્નથી ફિરોઝાના પરિવારજનો નારાજ હતા એટલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કન્યાદાન કર્યું હતું. લગ્નમાં બજરંગ દળના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ફિરોઝા અને અભિલાષની મુલાકાત સતનાની સેન્ટ્રલ જેલમાં થઈ હતી. એ સમયે ફિરોઝા જેલની વૉરન્ટ ઇન્ચાર્જ હતી. અભિલાષને ૨૦૦૭ની સાલમાં હત્યાના કેસમાં ઉમરકેદ થઈ હતી. તેણે હત્યા કર્યા પછી શબ જમીનમાં દફનાવી દીધું હતું. જોકે જેલમાં સજા શરૂ થયા પછી અભિલાષને ફિરોઝા સાથે રોજ વાતચીત થતી. એ વાતો દોસ્તીમાં આગળ વધી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. ફિરોઝા ૧૪ વર્ષમાં પ્રમોશન મેળવીને જેલર બની ગઈ અને ૧૪ વર્ષ જેલમાં રહીને અભિલાષને છોડવામાં આવ્યો. એ પછી બન્નેએ વિધિપૂર્વક લગ્ન કરી લીધાં.
