Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હોર્મુઝ સ્ટ્રેટ પહેલાં ખુલ્લી જ હતી, હાથે કરીને આપણે બંધ કરાવી છે

હોર્મુઝ સ્ટ્રેટ પહેલાં ખુલ્લી જ હતી, હાથે કરીને આપણે બંધ કરાવી છે

Published : 28 March, 2026 09:31 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકન સંસદસભ્યે ટ્રમ્પને ખૂબ સંભળાવ્યું, કહ્યું...

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન સામેના યુદ્ધમાં હવે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની વાતો કરે છે ત્યારે અમેરિકામાં એક સંસદસભ્યે તેમની આકરી ટીકા કરી હતી અને રોજના બે અબજ ડૉલરના ખર્ચ સામે સવાલ ઉઠાવ્યા હતા. ક્રિસ મર્ફી નામના આ સંસદસભ્યે કહ્યું હતું કે ‘સમસ્યા એ છે કે યુદ્ધ શરૂ થતાં પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી હતી. હવે આપણે આ સમસ્યાને ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ જેને આપણે પોતે જ ઊભી કરી છે. આ તો પાગલપન છે. બે અબજ ડૉલરની રકમ બહુ મોટી હોય છે. આ તો મિનિમમ રકમ છે જે અમેરિકા દ્વારા રોજ યુદ્ધમાં ખર્ચ કરવામાં આવે છે.’

યુદ્ધમાં અમેરિકન સૈનિકોનાં મૃત્યુ વિશે બોલતાં ક્રિસ મર્ફીએ કહ્યું હતું કે ‘અમેરિકામાં એવા ડઝનબંધ પરિવારો છે જેમણે પોતાના સ્વજનોને આ યુદ્ધમાં ગુમાવ્યા છે. જો યુદ્ધ ચાલુ રહેશે તો હજી વધુ ઘણા લોકો તેમના સ્વજનોને દફનાવતા હશે. તેલની કિંમત માત્ર અમેરિકામાં વધી નથી, એ આખી દુનિયામાં વધી છે અને આસમાનને સ્પર્શી રહી છે.’



ઈરાન મિસાઇલો પર લખે છે... થૅન્ક યુ પીપલ ઑફ ઇન્ડિયા


ઇઝરાયલ પર ઈરાનનાં સશસ્ત્ર દળો દ્વારા છોડવામાં આવતી મિસાઇલોના માધ્યમથી ઈરાન જર્મની, ભારત, સ્પેન અને પાકિસ્તાનના લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યું છે. ઈરાન માને છે કે એમના દેશ પર લાદવામાં આવેલા યુદ્ધ વખતે આ ૪ દેશના લોકો ઈરાન સાથે એકતામાં ઊભા રહ્યા છે. ‘ઑપરેશન ટ્રુ પ્રૉમિસ 4’ના ૮૩મા તબક્કામાં ઈરાને ઇઝરાયલ તરફ પ્રહાર કરતાં પહેલાં કેટલીક મિસાઇલો પર ‘થૅન્ક યુ પીપલ ઑફ ઇન્ડિયા’ લખ્યું હતું. ઈરાની દળોએ મિસાઇલો પર ‘થૅન્ક યુ જર્મન પીપલ’ પણ લખ્યું હતું. 

યુદ્ધના માહોલમાં તેલના વેચાણથી પુતિનને રોજની ૭૧૫૦ કરોડ રૂપિયાની કમાણી


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે એવા સમયે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન તેલના વેચાણમાંથી દરરોજ ૭૬૦ મિલ્યન ડૉલર (આશરે ૭૧૫૦ કરોડ રૂપિયા)ની કમાણી કરી રહ્યા હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. યુદ્ધને કારણે રશિયાના તેલની માગણી વધી ગઈ છે. આ મુદ્દે પુતિને કહ્યું હતું કે રશિયન કંપનીઓ અને સરકારે મિડલ ઈસ્ટમાં યુદ્ધના પરિણામે તેલના ઊંચા ભાવોમાંથી મળેલા અણધાર્યા નફાનો ઉપયોગ કેવી રીતે કરવો એ નક્કી કરતી વખતે સાવચેતીભર્યું વલણ અપનાવવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 09:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK