Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારત પર ફરીથી ટૅરિફ લગાવવાની તૈયારીમાં અમેરિકા

ભારત પર ફરીથી ટૅરિફ લગાવવાની તૈયારીમાં અમેરિકા

Published : 13 March, 2026 09:37 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬ બિઝનેસ પાર્ટનર્સ સામે અમેરિકાએ શરૂ કરી અનફેર ટ્રેડ પ્રૅક્ટિસની તપાસ, અનુચિત વેપારના પુરાવા મળશે તો ભારે ટૅક્સ લગાવશે

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ભારત અને ચીનના વિકાસથી કેટલા બળે છે એ વાત ફરી એક વાર સાબિત થઈ રહી છે. તેમણે ભારત, ચીન, બંગલાદેશ એમ કુલ ૧૬ મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર્સ સામે 
સેક્શન-૩૦૧ અંતર્ગત અનફેર ટ્રેડની તપાસ શરૂ કરી છે. ૧૯૭૪ના વેપાર કાનૂનનો સેક્શન-૩૦૧ અમેરિકાને એ દેશો પર એકતરફી ટૅક્સ વધારવાની શક્તિ આપે છે. ગયા મહિને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે આડેધડ લગાવેલી ટૅરિફને ગેરકાનૂની ઠેરવ્યા પછી ટ્રમ્પ ટૅરિફનું દબાણ ફરીથી બનાવવા માટે હવે નવા કાનૂની રસ્તાઓ શોધી રહ્યા છે. અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસ ગ્રીરનું કહેવું છે કે ‘અમેરિકાનું માનવું છે કે મોટા ટ્રેડ પાર્ટનર દેશોએ ઉત્પાદનક્ષમતા એટલી વધારી લીધી છે જે ઘરેલુ અને વૈશ્વિક ડિમાન્ડ સાથે જોડાયેલી નથી. અમેરિકા હવે પોતાના ઔદ્યોગિક આધારને બીજા દેશોને કારણે કમજોર નહીં થવા દે. અનેક દેશો જરૂરિયાતથી વધુ ઉત્પાદન કરીને એ સમસ્યા અમેરિકા પર થોપે છે અને મોટી માત્રામાં સામાન અહીં મોકલે છે.’

અમેરિકાના ઉદ્યોગો પર અસર



જેમિસ ગ્રીરનું કહેવું છે કે ‘ટ્રમ્પ શાસનના ઔદ્યોગિક વિકાસના પ્રયાસો સામે મોટો પડકાર એ છે કે કેટલીક વિદેશી અર્થવ્યવસ્થાઓમાં ઉત્પાદન જરૂર કરતાં વધુ થાય છે. એનાથી અમેરિકાના ડોમેસ્ટિક ઉદ્યોગો પ્રભાવિત થાય છે અને અમેરિકામાં નવાં કારખાનાં લગાવવા કે વિસ્તાર કરવાની યોજનાઓ રોકાયેલી રહે છે.’


વેપારમાં અનફેર પ્રૅક્ટિસની તપાસ માટે અમેરિકાએ ચીન, યુરોપીય સંઘ, મેક્સિકો, ભારત, જપાન, સાઉથ કોરિયા, તાઇવાન, સ્વિટ્ઝરલૅન્ડ, નૉર્વે, ઇન્ડોનેશિયા, સિંગાપોર, થાઇલૅન્ડ, મલેશિયા, કમ્બોડિયા, વિયેટનામ અને બંગલાદેશનો સમાવેશ કર્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટ્રેડ-તપાસ પૂરી કર્યા પછી આ વર્ષે ગરમી સુધીમાં ભારત, ચીન, યુરોપીય સંઘ અને મેક્સિકો જેવા દેશો પર અમેરિકા નવી ટૅરિફ લગાવવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 09:37 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK