જોકે આ નવી ટૅરિફ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. અમલીકરણ પહેલાં જાહેર કમેન્ટ્સ માગવામાં આવશે અને દરખાસ્તની સમીક્ષા કરવામાં આવશે.
ડોનલ્ડ ટ્રમ્પ
ભારત અને અમેરિકાએ વચગાળાના વેપારકરારના માળખાને પૂર્ણ કરવાની જાહેરાત કરી છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પની સરકાર બીજો ટૅરિફ-બૉમ્બ ફોડવાની કરવાની તૈયારી કરી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)એ ભારત અને ૫૯ અન્ય અર્થતંત્રો સામે દસથી ૧૨.૫ ટકા ટૅરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે આ દેશો બળજબરીથી કરાવવામાં આવતી મજૂરી દ્વારા ઉત્પાદિત માલની આયાત પર પ્રતિબંધ લાદવામાં નિષ્ફળ ગયા છે. કૅનેડા, મેક્સિકો, ઇન્ડોનેશિયા અને યુરોપિયન યુનિયને ૧૦ ટકા વધારાની ટૅરિફનો સામનો કરવો પડશે; જ્યારે ભારત, ચીન, જપાન અને બ્રાઝિલ સહિત અન્ય દેશો પર ૧૨.૫ ટકા વધારાની ટૅરિફ લાદવામાં આવી શકે છે.
જોકે આ નવી ટૅરિફ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. અમલીકરણ પહેલાં જાહેર કમેન્ટ્સ માગવામાં આવશે અને દરખાસ્તની સમીક્ષા કરવામાં આવશે.