Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > યુદ્ધને લીધે ઊભા થયેલા ફ્યુઅલ સંકટને કારણે અમેરિકાની સ્પિરિટ ઍરલાઇન્સને તાળાં લાગ્યાં

યુદ્ધને લીધે ઊભા થયેલા ફ્યુઅલ સંકટને કારણે અમેરિકાની સ્પિરિટ ઍરલાઇન્સને તાળાં લાગ્યાં

Published : 03 May, 2026 09:34 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી, ૧૭,૦૦૦ લોકો નોકરી વિનાના થઈ ગયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાની અલ્ટ્રા લો-કૉસ્ટ ઍરલાઇન્સ સ્પિરિટ ઍરલાઇન્સે એનો કારોબાર તાત્કાલિક ધોરણે સંકેલી લીધો છે. ઍરલાઇન્સે તત્કાળ અસરથી તમામ ઑપરેશન્સ બંધ થવાની જાહેરાત કરી હતી. કંપનીએ તમામ ફ્લાઇટ્સ રદ કરવા ઉપરાંત કસ્ટમર સર્વિસ પણ બંધ કરી દીધી છે. મુસાફરોને કૅન્સલ થયેલી ફ્લાઇટ્સનું રીફન્ડ આપવામાં આવશે, પરંતુ વૈકલ્પિક ફ્લાઇટની કોઈ સુવિધા નહીં કરી અપાય. ૩૪ વર્ષથી ચાલતી આ ઍરલાઇન્સ વધી રહેલા ફ્યુઅલનો માર ઝીલી નથી શકી.

ઈરાન સાથેના યુદ્ધને કારણે અમેરિકાની આ ઍરલાઇન્સનું દેવાળું નીકળી ગયું છે અને ૧૭,૦૦૦ કર્મચારીઓની નોકરી જતી રહી છે. હોર્મુઝ બંધ હોવાથી ફ્યુઅલ ખૂબ મોંઘું થઈ ગયું છે અને વધી રહેલા ભાવને કારણે એવિએશન સેક્ટર પર એની ઘાતક અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 09:34 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK