Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલના ચીફની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી

મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલના ચીફની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી

Published : 23 November, 2026 11:21 AM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એન્કાઉન્ટરમાં કાર્ટેલના ૭ સભ્યો અને ૪ સૈનિકોએ જીવ ગુમાવ્યા

હિંસાનું વાતાવરણ

હિંસાનું વાતાવરણ


મેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં સુરક્ષાદળોએ કુખ્યાત ડ્રગ કાર્ટેલ નેતા ફૉસ્ટો ઇસિડ્રો મેઝા-ફ્લોરેસ ઉર્ફે અલ ચાપો ઇસિડ્રોની ધરપકડ કરી હતી, જેના પગલે હિંસા ફાટી નીકળી હતી. શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધી ચાલેલા હિંસાચાર અને ગોળીબારમાં કાર્ટેલના ૭ સભ્યો અને ચાર મેક્સિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. 
એક ફેડરલ અધિકારીના જણાવ્યા અનુસાર ઈસિડ્રોની ધરપકડ બાદ કાર્ટેલના સભ્યોએ શહેરમાં ઓછામાં ઓછાં ૧૦ સ્થળોએ વાહનો સળગાવીને રસ્તાઓ બ્લૉક કરી દીધા હતા. હિંસક કાર્યવાહીથી ગુઆસાવે શહેરમાં ગભરાટ ફેલાયો હતો. અસંખ્ય દુકાનો, કાર અને ટ્રકોને આગ ચાંપી દેવામાં આવી હતી. રસ્તાઓમાં સળગતી ટ્રકો, ગોળીબારના અવાજ અને ઉપર ઊડતાં લશ્કરી હૅલિકોપ્ટરોને કારણે રહેવાસીઓને તેમનાં ઘરો અને દુકાનો છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એટલી તંગ હતી કે સેના અને નૅશનલ ગાર્ડની ખાસ ટીમોને ઇસિડ્રોને શહેરમાંથી દૂર કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આખરે શનિવારે સવારે ૪ વાગ્યાની આસપાસ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ મુદ્દે મેક્સિકોના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે ધરપકડ બાદ ઇસિડ્રોને લશ્કરી વિમાનમાં રાજધાની મેક્સિકો સિટી લઈ જવામાં આવ્યો હતો. તે અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ની ૧૦ મોસ્ટ વૉન્ટેડ ભાગેડુઓની યાદીમાં હતો. અમેરિકાએ તેની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે ૫૦ લાખ ડૉલર (આશરે ૪૨ કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 11:21 AM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK