Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાપાના હાડકાનું ઑપરેશન કરાવવા સિનિયર સિટિઝનની આર્થિક મદદ માટે અપીલ

થાપાના હાડકાનું ઑપરેશન કરાવવા સિનિયર સિટિઝનની આર્થિક મદદ માટે અપીલ

Published : 23 November, 2026 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંબરનાથમાં રહેતા અને ઘરમાં જ રહી ટેલરિંગનું નાનું-મોટું કામ કરતા ૬૮ વર્ષના કિશોર શાહને થાપાનું ઑપરેશન કરાવવાનું છે

કિશોર શાહ

કિશોર શાહ


અંબરનાથમાં રહેતા અને ઘરમાં જ રહી ટેલરિંગનું નાનું-મોટું કામ કરતા ૬૮ વર્ષના કિશોર શાહને થાપાનું ઑપરેશન કરાવવાનું છે એ માટે ડૉક્ટરોએ સાડાસાત લાખ રૂપિયાનો ખર્ચ થશે એવું એસ્ટિમેટ આપ્યું છે. એથી તેમણે આર્થિક મદદ માટે જાહેર અપીલ કરી છે.
કિશોર શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ૨૦૧૫માં તેઓ ઘરમાં જ પાણી ઢોળાયું હતું એના પર ચાલતાં લપસીને પડી ગયા હતા જેના કારણે તેમના થાપાનાં હાડકાંને નુકસાન થયું હતું. એ પછી તેમણે સારવાર કરાવી હતી અને ૨૦૨૦ સુધીમાં ૭ ઑપરેશન કરવાં પડ્યાં હતાં. એ અકસ્માત પહેલાં તેઓ એક એન્જિનિયરિંગ ફર્મમાં અકાઉન્ટનું કામકાજ કરતા હતા. અકસ્માત બાદ તેમની એ નોકરી પણ છૂટી ગઈ હતી. હવે ફરી તેમનું ઑપરેશન કરવાનું છે. હાલમાં તેઓ પત્ની સાથે ઘરમાં જ ટેલરિંગનું નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવે છે. મધ્યમવર્ગીય કિશોર શાહ તેમના ઑપરેશનના ખર્ચને પહોંચી વળી શકે એમ નથી એથી તેમણે આર્થિક મદદ મેળવવા અપીલ કરી છે.  
જો ‘મિડ-ડે’ના કોઈ વાચક તેમને આર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તો જ્યુપિટર લાઇફલાઇન હૉસ્પિટલમાં મદદની રકમ જમા કરાવી શકે છે. જોકે મદદ આપતી વખતે તેમનો પેશન્ટ-નંબર (MR-1745841) ચોક્કસ રેફરન્સ કૉલમમાં તેમના નામ સાથે લખવો જેથી મદદની એ રકમ તેમના માટે જ વાપરી શકાય. મદદ કર્યા બાદ એની વિગતો તેમના મોબાઇલ-નંબર 84219 05734 પર મોકલવી જેથી કેટલી મદદ મળી અને કેટલી બાકી છે એનો તેમને અંદાજ આવી શકે.

બૅન્ક-ડીટેલ્સ
Beneficiary Name: JUPITER LIFELINE HOSPITALS LTD COLLECTN 
Account No.: JHTH44 
IFSC CODE: HDFC0000240
Name of Unit: Thane
Bank Name: HDFC BANK LTD.
Bank Branch Address: SANDOZ HOUSE, WORLI, MUMBAI
 Patient Number: Kishor Shah (MR-1745841)


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK