ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત સાત જણ સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો કેસ ન્યુ યૉર્કની એક અદાલતમાં થયો છે
લાઇફમસાલા
વાયરલ તસવીર
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત સાત જણ સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો કેસ ન્યુ યૉર્કની એક અદાલતમાં થયો છે અને આ કેસમાં ગૌતમ અદાણીની ધરપકડ કરવામાં આવી છે એવી એક તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે, પણ આ તસવીર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ તસવીરમાં ગૌતમ અદાણીની ફરતે સિક્યૉરિટીના માણસો દેખાઈ રહ્યા છે અને એક અધિકારી તેમનો હાથ પકડીને લઈ જઈ રહ્યો છે એવું દર્શાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ગૌતમ અદાણીની ધરપકડ થઈ હોય એવી આ તસવીર મૂકીને પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘બિગ બ્રેકિંગ, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે અમેરિકાની ફેડરલ કોર્ટે અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કર્યાં છે. આ અરેસ્ટ વૉરન્ટ ફૉરેન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મોકલવામાં આવ્યાં છે. મોદી સરકાર માટે આ શરમજનક બાબત છે.’