Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળ્યો ડોનલ્ડ ટ્રમ્પનો બૉડીડબલ?

વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળ્યો ડોનલ્ડ ટ્રમ્પનો બૉડીડબલ?

Published : 17 September, 2026 02:46 PM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક યુઝરે લખ્યું હતું કે ટ્રમ્પનો બૉડીડબલ અચાનક જોવા મળ્યા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, તેઓ તેને બૅકઅપ ટ્રમ્પ કહી રહ્યા છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ઑનલાઇન વાઇરલ થયેલા એક ‌વિડિયોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનો બૉડીડબલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં ટ્રમ્પ મૅરિલૅન્ડમાં મીડિયા સાથે વાત કરતા જોવા મળે છે. જોકે આ વાતચીત ચાલતી હોય છે ત્યારે ટ્રમ્પની પાછળ ચાલતા એક વૃદ્ધ વ્યક્તિને લઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xના યુઝર્સનો દાવો છે કે આ વ્યક્તિ ટ્રમ્પનો બૉડીડબલ છે. એક યુઝરે લખ્યું હતું કે ટ્રમ્પનો બૉડીડબલ અચાનક જોવા મળ્યા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, તેઓ તેને બૅકઅપ ટ્રમ્પ કહી રહ્યા છે.

શું છે હકીકત?



જોકે કેટલાક લોકોના કહેવા મુજબ આ વ્યક્તિ ટ્રમ્પના સસરા અને મેલૅનિયાના પિતા વિક્ટર નાવ્સ છે. તેમણે મેલૅનિયા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વર્લ્ડ કપની ફાઇનલ નિહાળી હતી. મેલૅનિયાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમનો, તેમના પિતાનો અને ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોનો ફાઇનલ જોતી વખતનો એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં નાવ્સ એ જ સૂટ અને બ્લુ ટાઈ પહેરેલા જોવા મળે છે જે વાઇરલ વિડિયોમાં બૅકઅપ ટ્રમ્પ તરીકે ઓળખાતી વ્યક્તિએ પહેર્યાં હતાં. નાવ્સ અને ટ્રમ્પની ઉંમર લગભગ સમાન છે, મેલૅનિયાના પિતા અમેરિકાના રાષ્ટ્રપતિ કરતાં માત્ર બે વર્ષ મોટા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 02:46 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK