Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૅરી બ્રૂક વર્ષમાં એકથી વધુ T20 સદી ફટકારનાર પહેલો કૅપ્ટન બન્યો

હૅરી બ્રૂક વર્ષમાં એકથી વધુ T20 સદી ફટકારનાર પહેલો કૅપ્ટન બન્યો

Published : 17 September, 2026 03:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડે શ્રીલંકાને પહેલી T20માં ૧૧૯ રને હરાવીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી. હૅરી બ્રૂકે ૪૯ બૉલમાં અણનમ ૧૧૪ રન ફટકાર્યા અને એક કૅલેન્ડર યરમાં એકથી વધુ T20 સદી ફટકારનાર પહેલો ફુલ મેમ્બર ટીમનો કૅપ્ટન બન્યો.

T20 ઇન્ટરનૅશનલની પોતાની બન્ને સદી આ વર્ષે ફટકારી છે હૅરી બ્રૂકે.

T20 ઇન્ટરનૅશનલની પોતાની બન્ને સદી આ વર્ષે ફટકારી છે હૅરી બ્રૂકે.


યજમાન ઇંગ્લૅન્ડે પહેલી મૅચમાં ૧૧૯ રને જીત મેળવીને શ્રીલંકા સામેની ત્રણ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. જૉસ બટલરના ૮૦ રન અને કૅપ્ટન હૅરી બ્રૂકના ૧૧૪ રનની મદદથી ઇંગ્લૅન્ડે ૨૫૪/૪નો સ્કોર કર્યો હતો. જવાબમાં શ્રીલંકા ૧૯ ઓવરમાં ૧૩૫ રન કરીને ઑલઆઉટ થયું હતું. 
શ્રીલંકા સામે ઇંગ્લૅન્ડની આ સતત તેરમી T20 જીત હતી. અંગ્રેજ ટીમ આ હરીફ સામે ૧૯ મૅચમાંથી માત્ર ૪ વખત હારી છે અને છેલ્લી T20 હાર મે ૨૦૧૪માં મળી હતી. 
હૅરી બ્રૂકે ૨૩૨.૬૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૯ બૉલમાં ૧૦ ફોર અને ૬ સિક્સની મદદથી અણનમ ૧૧૪ રન કર્યા હતા. ૪૨ બૉલમાં તેણે પોતાની ફાસ્ટેસ્ટ T20 સદી નોંધાવી હતી. 
હૅરી બ્રૂક એક કૅલેન્ડર યરમાં એકથી વધુ T20 સદી ફટકારનાર ફુલ મેમ્બર નેશન ટીમનો પહેલો કૅપ્ટન બન્યો છે. આ વર્ષે તેણે ૨૪ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ૫૧ બૉલમાં ૧૦૦ રન કર્યા હતા. T20 ઇન્ટરનૅશનલમાં અગાઉ અસોસિએટ નેશનના બે કૅપ્ટન આવી કમાલ કરી ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK