જોકે AC લોકલમાં નિયમિત પ્રવાસ કરનારાઓનું કહેવું છે કે રેલવે તરફથી પંક્ચ્યુઅલિટી જળવાવી જોઈએ
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં નવી ઍર-કન્ડિશન્ડ (AC) રેક એપ્રિલ મહિનાના અંત સુધીમાં આવી જશે, એ પછી સેન્ટ્રલ રેલવે રોજની ૧૦૦ AC સર્વિસિસ દોડાવી શકાશે એમ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું છે. નવી રેક આવ્યા પછી રોજની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કલ્યાણ વચ્ચે ૧૨-૧૪ વધારાની સર્વિસ દોડાવશે જેના પગલે અત્યારે રોજની ૯૪ ટ્રિપ થાય છે એ વધીને ૧૦૦ની ઉપર પહોચી જશે. વળી આ નવી રેક પણ એ સમયે આવી રહી છે જ્યારે મુંબઈમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે અને નૉન-AC ટ્રેનમાં પ્રવાસ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. પ્રવાસીઓ ભાડું વધારે હોવા છતાં પણ હવે AC લોકલમાં પ્રવાસ કરવાનું પ્રિફર કરી રહ્યા છે. જોકે AC લોકલમાં નિયમિત પ્રવાસ કરનારાઓનું કહેવું છે કે રેલવે તરફથી પંક્ચ્યુઅલિટી જળવાવી જોઈએ.
