દાયકાઓથી અહીં વસવાટ કરી રહેલા આ પરિવારો હવે પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે.
ગઈ કાલે પ્રભાદેવીમાં ભેગા થયેલા અસરગ્રસ્ત લોકો. તસવીરઃ અતુલ કાંબળે
પ્રભાદેવીમાં ૧૦૦ પરિવારો પર સંકટ તોળાઈ રહ્યું છે. રેલવે તંત્ર પ્રભાદેવી સ્ટેશનની બહાર આવેલી પોતાની જમીન પર કર્મચારીઓ માટે ક્વૉર્ટ્ર્સ બનાવવા માગે છે. આ જમીન પર ગેરકાયદે મકાનો બાંધીને રહેતા સેંકડો પરિવારો હવે બેઘર થઈ જવાની ભારે ચિંતામાં છે. જોકે આજે હાઈ કોર્ટે ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવીને તેમને થોડી રાહત આપી છે, પરંતુ તેમનું કહેવું છે કે જો આગામી સુનાવણી તેમના પક્ષમાં નહીં આવે તો તેમની પાસે રહેવા માટે બીજું કોઈ ઠેકાણું નથી. દાયકાઓથી અહીં વસવાટ કરી રહેલા આ પરિવારો હવે પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે.
