Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોસ્ટલ મુંબઈની રક્ષા કરશે બિજલી, ચેતક, તૂફાન, બાદલ અને હિરકણી

કોસ્ટલ મુંબઈની રક્ષા કરશે બિજલી, ચેતક, તૂફાન, બાદલ અને હિરકણી

Published : 10 February, 2026 06:56 AM | IST | Mumbai
Shirish Vaktania | shirish.vaktania@mid-day.com

ગિરગામથી લઈને ઉત્તનના દરિયાકિનારે પૅટ્રોલિંગ માટે પોલીસફોર્સના નવા ૨૧ ઘોડા તહેનાત

મરોલ પોલીસ-કૅમ્પનો તબેલો છે ઘોડાનું નવું ઘર. તસવીર : સૈયદ સમીર અબેદી

મરોલ પોલીસ-કૅમ્પનો તબેલો છે ઘોડાનું નવું ઘર. તસવીર : સૈયદ સમીર અબેદી


ગિરગામ, જુહુ, આક્સા, દાનાપાણી, ગોરાઈ અને ઉત્તનના દરિયાકિનારા પર પૅટ્રોલિંગ માટે મુંબઈ પોલીસફોર્સમાં જોડાયા છે ૨૧ ઘોડા. આ ઘોડા રાજસ્થાન, હરિયાણા, કેરલા અને પુણેથી મગાવવામાં આવ્યા છે. કૂદકા, સવારી, દોડ અને અન્ય કામગીરી માટે આ ઘોડાને સંપૂર્ણ તાલીમ આપવામાં આવી છે.

બેથી પાંચ વર્ષની વયના આ ઘોડાનાં નામ કરિશ્મા, રણવીર, બાજી, મેઘદૂત, અર્જુન, સમ્રાટ, અભિમન્યુ, સુવર્ણરેખા, શિવાલિક, વિજયજ્યોતિ, કૃષ્ણા, પદમાવતી, રણધીરા, મંજુ, વીર, દશ, બિજલી, ચેતક, તૂફાન, બાદલ અને હિરકણી છે.



મરોલ પોલીસકૅમ્પમાં નવા બનેલા તબેલામાં આ ઘોડા રાખવામાં આવ્યા છે. આ જ જગ્યાએ વધારાના ૪ તબેલા બનાવવાનું કામ ચાલુ છે એટલે ભવિષ્યમાં વધુ ઘોડા પોલીસફોર્સનો ભાગ બને એવી શક્યતા છે.


તબેલાના ઇન્ચાર્જ PSI સાગર શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી પાસે કુલ ૩૬ નાના તબેલાઓ છે જેમાં રેસ્ટ રમ, ગેસ્ટ રમ, વેટરિનરી ડૉક્ટરો, ઘોડાઓ માટે સ્વિમિંગ-પૂલ અને દવાની સુવિધાઓ છે. ઘોડા માટે ૨.૯૬ એકર જમીન પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઘોડાને ટ્રેઇનિંગ આપવા અને એમની દેખરેખ કરવા માટે અમારી પાસે પચાસથી વધુ ટ્રેઇન્ડ સ્ટાફ છે. બધા ઘોડાએ ૬ મહિનાની તાલીમ લીધી છે અને એમને સંપૂર્ણ રસી પણ આપવામાં આવી છે.’ 

આ ઘોડાને મુંબઈના દરિયાકિનારા પર પૅટ્રોલિંગ માટે તહેનાત કરવામાં આવશે અને જ્યાં વાહનો પહોંચી શકતાં નથી એવા જંગલ વિસ્તારોમાં પણ એમનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસ-ઘોડા પરેડ, રાઇઝિંગ ડે ઉજવણી અને સ્પોર્ટ્સના કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 06:56 AM IST | Mumbai | Shirish Vaktania

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK