ભરત નાથાણીની ૪.૨૯ કરોડ રૂપિયાના સિન્થેટિક ડાયમન્ડ લૅપટૉપમાં છુપાવીને લઈ જવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
સિન્થેટિક ડાયમંડ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બુધવારે વહેલી સવારે હૉન્ગકૉન્ગ જવા માટે નીકળેલા ભરત નાથાણીની ૪.૨૯ કરોડ રૂપિયાના સિન્થેટિક ડાયમન્ડ લૅપટૉપમાં છુપાવીને લઈ જવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
ઍરપોર્ટના T2 ટર્મિનલ પર ચેકિંગ ફૉર્માલિટી પતાવ્યા બાદ ભરતભાઈ સિક્યૉરિટી ચેક માટે ગયા એ વખતે તેમની હૅન્ડબૅગ ચેક કરનાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સના ઑફિસર સુબોધકુમારને શંકા ગઈ હતી એટલે તેમણે ઝીણવટભરી તપાસ કરતાં તેમના લૅપટૉપની બૅટરી રાખવાના સ્લૉટમાં પ્લાસ્ટિકના નાના પડીકામાં છુપાવેલા ૨૧૪૭.૨ કૅરૅટના ૪.૯૩ કરોડ રૂપિયાની કિંમતના સિન્થેટિક હીરા મળી આવ્યા હતા. એ હીરા જપ્ત કરવામાં આવ્યા અને ભરતભાઈની સોંપણી ઍર ઇન્ટેલિજન્સ યુનિટને કરવામાં આવતાં તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.

