ચાર લોકસભા બેઠકમાં મતદાનની જાગૃતિ માટે ઇલેક્શન કમિશનની પહેલ
હિમાચલ પ્રદેશના મંડીમાંથી લોકસભાનું ઇલેક્શન લડી રહેલી કંગના રનૌત ચૂંટણીપ્રચાર દરમ્યાન.
મુંબઈ સબર્બ્સની ચાર લોકસભા બેઠક મુંબઈ નૉર્થ, મુંબઈ નૉર્થ વેસ્ટ, મુંબઈ નૉર્થ ઈસ્ટ અને મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં મતદાનની ટકાવારી વધારવા માટે ઇલેક્શન કમિશન વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે. જનજાગૃતિના ભાગરૂપે પહેલી મેના મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે સાઇકલ-રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. રૅલીમાં સામેલ થવા માટે શહેરનાં સાઇકલ-ગ્રુપ્સ અને સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ સાઇકલ-રૅલી બાંદરા-ઈસ્ટમાં આવેલી કલેક્ટર ઑફિસથી સવારના ૬.૩૦ વાગ્યે શરૂ થશે. બાંદરાથી બોરીવલીના પ્રબોધન ઠાકરે નાટ્યગૃહ, બાંદરાથી અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, બાંદરાથી દક્ષિણ મુંબઈનું NCPA અને બાંદરાથી મુલુંડનું કાલિદાસ નાટ્યમંદિર એમ સાઇકલ-રૅલીના ચાર રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૅલીમાં ઑનલાઇન https://torms.gle/nN9Rpi8jQY5xtspb7 ગૂગલ ફૉર્મ ભરીને સહભાગી થઈ શકાશે.