નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજરી આપે એવી શક્યતા
અજિત પવારની ફાઇલ તસવીર
વિમાનદુર્ઘટનામાં જીવ ગુમાવનારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. રાજ્ય અને દેશના દિગ્ગજ નેતાઓ સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ૧૧ વાગ્યે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા અંતિમ સંસ્કારમાં હાજરી આપે એવી શક્યતા છે.
ગઈ કાલે દુર્ઘટના બાદ અજિત પવારના પાર્થિવ શરીરને બારામતી મેડિકલ કૉલેજમાં રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ બપોરે ૩ વાગ્યે વિદ્યા પ્રતિષ્ઠાન લાવવામાં આવ્યું હતું જ્યાં ગઈ કાલે રાતે ૧૦ વાગ્યા સુધી તેમનાં અંતિમ દર્શન માટે પરવાનગી આપવામાં આવી હતી. આજે પાર્થિવ શરીરને તેમના વતન કાટેવાડીમાં અંતિમ દર્શન માટે સવારે છથી ૯ વાગ્યા સુધી રાખવામાં આવશે. ત્યાર બાદ સવારે ૧૧ વાગ્યે વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


