Ajit Pawar in Baramati: અજિત પવારના સમર્થકોએ તેમને વિવિધ મુદ્દાઓ પર પત્રો મોકલ્યા. આ વાત પર અજિત પવારે કહ્યું, `તમે મને વોટ આપ્યો એનો અર્થ એ નથી કે તમે મારા બૉસ બની ગયા છો. શું તમે મને હવે ખેત મજૂર બનાવ્યો છે?`
અજિત પવાર (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર રવિવારે બારામતીમાં એક જાહેર કાર્યક્રમમાં તેમના ભાષણને કારણે ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન તેઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. થયું એક કે અજિત પવારના (Ajit Pawar in Baramati) સમર્થકોએ તેમને વિવિધ મુદ્દાઓ પર પત્રો મોકલ્યા. આ વાત પર અજિત પવારે કહ્યું, `તમે મને વોટ આપ્યો એનો અર્થ એ નથી કે તમે મારા બૉસ બની ગયા છો. શું તમે મને હવે ખેત મજૂર બનાવ્યો છે?` અજિત પવારનો બચાવ કરતી વખતે કેબિનેટ મંત્રી સંજય શિરસાટે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, `કેટલીકવાર, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરતા હોય છે, ત્યારે કેટલાક મતદારો ચોક્કસ મુદ્દાઓ પર આગ્રહ રાખે છે. ચૂંટાયેલા પ્રતિનિધિની ટિપ્પણીઓને મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે મતદારોના વર્તન વિશે ક્યાંય વાત કરવામાં આવતી નથી.
પત્ની સુનેત્રા પવારની હારનો ઉલ્લેખ
ADVERTISEMENT
અજિત પવાર રવિવારે આખો દિવસ બારામતીમાં (Ajit Pawar in Baramati) આયોજિત કાર્યક્રમોમાં હજાર રહ્યા. એક કાર્યક્રમમાં તેમણે તહસીલમાં રિયલ એસ્ટેટ માર્કેટના વિસ્તરણની શક્યતાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમની પત્ની સુનેત્રા પવાર લોકસભાની ચૂંટણી હારી ગયા બાદ બજાર ઘટી ગયું હતું. જોકે, બારામતી વિધાનસભા બેઠક જીત્યા બાદ તેમાં ફરી વધારો થયો છે. અજિત પવારે કહ્યું, `બારામતીનું રિયલ એસ્ટેટ માર્કેટ વધી રહ્યું છે, પરંતુ મુંબઈ અને પુણેના મોટા ડેવલપર્સ હજુ સુધી તેમાં પ્રવેશ કરી શક્યા નથી. જ્યારે બારામતીના લોકોની ખરીદશક્તિમાં વધારો થશે, ત્યારે તે રિયલ એસ્ટેટને મદદ કરશે અને પછી અમે જોશું કે મોટા ખેલાડીઓ તહેસીલમાં તેમના પ્રોજેક્ટ્સ સ્થાપતા.`
અજિત પવારે પોતાની જીતની વાત કરી
નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે બારામતીમાં પવાર અને પવારની લડાઈથી રિયલ એસ્ટેટ (Ajit Pawar in Baramati) બિઝનેસને અસર થઈ હતી. સુનેત્રાની હારનો ઉલ્લેખ કરતાં અજિત પવારે કહ્યું કે, `લોકસભાના પરિણામો પછી રિયલ એસ્ટેટના વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે શું થયું. મને લાગે છે કે મને વિધાનસભાની ચૂંટણીમાં એક લાખથી વધુ મતોની લીડ મળી છે કારણ કે લોકો એ સુનિશ્ચિત કરવા માગતા હતા કે હું સરકારનો ભાગ બનું. અમારી સરકાર બન્યા બાદ બારામતીના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજી આવી.” તેમણે વિધાનસભા ચૂંટણીમાં તેમના ભત્રીજા યુગેન્દ્રને હરાવ્યા હતા.
MIDC અધિકારીઓને ચેતવણી
અજિત પવારે એમઆઈડીસીના અધિકારીઓને (Ajit Pawar in Baramati) ચેતવણી આપી હતી કે બારામતીમાં કોઈ પણ જમીનની સ્થિતિ તેમની જાણ વગર રહેણાંકમાંથી કોમર્શિયલમાં ન બદલાય. પવારે કહ્યું, `અમે કેટલાક પ્લોટને કોમર્શિયલ બનાવ્યા છે, જેથી ઉદ્યોગો સ્થાપી શકાય અને તહસીલના લોકોને અહીં રોજગારી મળી શકે. જોકે, MIDCના અધિકારીઓ પ્લોટની સ્થિતિ બદલવાની ઉતાવળ કરી શકે નહીં. મારી જાણ વગર, એક પણ પ્લોટની સ્થિતિ રહેણાંકમાંથી કોમર્શિયલમાં બદલાશે નહીં.