Mumbai Fire News: ફ્લેટમાં લાગેલી આ આગ ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ઘરગથ્થુ વસ્તુઓ સુધી જ સીમિત હતી.
લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની બિલ્ડિંગમાં લાગેલી આગનું દૃશ્ય
સોમવારે મુંબઈના પરા વિસ્તાર અંધેરીની એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના (Mumbai Fire News) સામે આવી હતી. અંધેરી પશ્ચિમ વિસ્તારમાં લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે. અહીં લિન્ક રોડ સામે આવેલી સ્કાયપાન નામની બિલ્ડિંગમાં આચનકથી આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ૧૩ માળની બિલ્ડિંગના અગીયારમા ફ્લોર પર આગ લાગી હતી. આ આગ ઓબેરોય કોમ્પ્લેક્સ જે લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું છે તેની સ્કાય પાન નામની બિલ્ડિંગમા આ આગ ફાટી નીકળી હતી.
આ મામલે (Mumbai Fire News) બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવી માહિતી સામે આવી રહી છે કે આ જે આગ હતી તે બિલ્ડિંગના એક ફ્લેટમાં લાગી હતી. આ આગ જે તે ફ્લેટના ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ઘરગથ્થુ વસ્તુઓ સુધી જ સીમિત હતી.
ADVERTISEMENT
અંધેરી વેસ્ટમાં આવેલી સ્કાય પાન બિલ્ડિંગમાં આ જે આગ લાગી હતી તેમાં અસરગ્રસ્ત ફ્લેટમાંથી અગ્નિ જ્વાળાઓ બહાર નીકળતી હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. આ એપાર્ટમેન્ટમાંથી આગની ભયંકર જ્વાળાઑ બહાર નીકળી રહી છે. વિન્ડોમાંથી ધુમાડો પણ આવતો જોઈ શકાય છે અને તેના પરથી આ આગની તીવ્રતાનું અનુમાન લગાવી શકાય છે.
નાગરિકોએ આ આગ લાગી (Mumbai Fire News) હોવાની માહિતી ફાયર વિભાગને આપી હતી. આગ લાગવાની માહિતી સામે આવતાની સાથે જ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી લીધી હતી. ફાયર વિભાગના અધિકારીઓ ફાયર ટેન્ડરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવી હતી. સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. એલ-૨ લેવલની આ આગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફાયર વિભાગની મહામહેનતે આ આગ પર મોડી રાત્રે ૨.૦૦ વાગ્યાની આસપાસ કાબૂ મેળવાયો હતો. જોકે, આ આગને કારણે ઘરવખરીનું પ્રચંડ નુકસાન થયું હતું, બુઝાવવાના પ્રયાસો દરમિયાન આ આગ એટલી ભયંકર રીતે ફેલાઈ હતી કે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ તેની અસર જોવા મળી હતી. સાથે જ ઉપરના તેર માળની ઇમારતના 11મા માળના ફ્લેટમાં ઇલેક્ટ્રીક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, ઘરની ચીજવસ્તુઓ વગેરે સુધી આ આગ સીમિત રહી હતી.
એક વ્યક્તિએ ગુમાવ્યા પ્રાણ તો અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર
આ આગ લાગવાની ઘટના (Mumbai Fire News)માં કોકિલાબેન હોસ્પિટલના CMO પાસેથી જે માહિતી મળી શકી છે તેના આધારે ગૂંગળામણ થવાને કારણે કેટલાંક લોકોને દાખલ કરાયા હતા. જેમાંથી ૩૮ વર્ષના રોનક મિશ્રાને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેની હાલત ગંભીર છે. તેની સારવાર ચાલી રહી છે. તે સંદર્ભે વધુ કોઈ અપડેટ સામે આવ્યા નથી. આ સાથે જ અન્ય વ્યક્તિ ૭૫ વર્ષના રાહુલ મિશ્રાનું મોત નીપજ્યું હતું.