Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં મેટ્રોની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી લોખંડનો રૉડ યુવક પર પડ્યો

કલ્યાણમાં મેટ્રોની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી લોખંડનો રૉડ યુવક પર પડ્યો

Published : 16 October, 2026 01:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જખમી થયેલા યુવકની હાલત ગંભીર, ICUમાં દાખલ કરવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણમાં મેટ્રોની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી લોખંડનો રૉડ નીચેથી પસાર થઈ રહેલી બાઇક પર પડતાં એક યુવક ગંભીર રીતે જખમી થયો હતો. બુધવારે બનેલી આ ઘટનામાં બાઇક પર પાછળની સીટ પર બેસીને પોતાના મિત્ર સાથે જઈ રહેલો અબ્દુલ હક ગંભીર રીતે જખમી થયો હતો. તેને નજીકમાં આવેલી મીરા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે પછીથી તેને ફોર્ટિસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મેટ્રોની કન્સ્ટ્રક્શન-સાઇટ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાનો મુદ્દો ફરી ઊઠ્યો છે. 

મળેલી માહિતી મુજબ આ ઘટના ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) અને બૈલ બાઝાર દરમ્યાન મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં બની હતી. પોલીસ આ મામલે અબ્દુલ હકનું નિવેદન નોંધવાનો પ્રયાસ કરી રહી છે. જોકે અબ્દુલ હાલ નિવેદન આપવાની હાલતમાં ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સ્થાનિકોએ પણ મેટ્રોના ચાલી રહેલા કામ વખતે સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવતું હોવાનો આરોપ મૂકીને નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ આ ઘટના બદલ જે પણ જવાબદાર હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ અબ્દુલ હકનું નિવેદન નોંધ્યા પછી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. 



મુલુંડમાં કૉન્ક્રીટનો સ્લૅબ પડ્યો, એક જણે જીવ ગુમાવ્યો
આ પહેલાં પણ મેટ્રોના બાંધકામ દરમ્યાન દુર્ઘટનાઓ બની છે. મુલુંડમાં મેટ્રોની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી કૉન્ક્રીટનો સ્લૅબ પડતાં 
રિક્ષા-ડ્રાઇવરે જીવ ગુમાવ્યો હતો. એ પહેલાં ભિવંડીમાં પણ મેટ્રોની સાઇટ પરથી સાતથી ૮ ફુટ મોટો લોખંડનો રૉડ સોનુ નામના ૨૦ વર્ષના યુવક પર પડતાં તેનું માથું ફાટી ગયું હતું. મેટ્રોની સાઇટ પર આવી દુર્ઘટનાઓને કારણે ત્યાંથી પસાર થતા લોકોના જીવને મોટું જોખમ છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK