Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રામનો દ્રોહ કરનારને સરકાર તો નહીં જ છોડે, કુદરત પણ આપશે ભયાનક સજા

રામનો દ્રોહ કરનારને સરકાર તો નહીં જ છોડે, કુદરત પણ આપશે ભયાનક સજા

Published : 28 June, 2026 12:02 PM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરોડો લોકોની શ્રદ્ધાની ચોરી થઈ હોવાનું કહીને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભાવુક થયા

બાબા બાગેશ્વર

બાબા બાગેશ્વર


અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં આવેલાં ચડાવા અને આભૂષણોની ચોરી તથા ગેરરીતિના મામલે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. આ હાઈ-પ્રોફાઇલ વિવાદ વચ્ચે હવે પ્રખ્યાત કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર)નો આક્રોશ સામે આવ્યો છે. આ શરમજનક ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે ‘આ લોકો આજના સમયના રાવણ છે. બસ, તેમનાં રૂપ બદલાઈ ગયાં છે. રાવણે તો માતા જાનકીનું હરણ કર્યું હતું, પરંતુ આ લોકોએ રામ મંદિરના દાનપાત્રમાંથી લાખો-કરોડો ભક્તોની પવિત્ર શ્રદ્ધા અને ભરોસાની ચોરી કરી છે.’

ભાવુક થઈને બાબા બાગેશ્વરે ઉમેર્યું હતું કે ‘આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાઈ ચૂક્યો છે અને હજી વધુ તપાસ થશે તો અન્ય લોકો પણ પકડાશે એ નક્કી છે. રામ મંદિરના દાનની ચોરી કરનારાઓ સરકારી દંડ તો ભોગવશે જ, સાથે ભગવાનનો મહાદંડ પણ પામશે. તેમને બ્રહ્માંડમાંથી પણ કોઈ છોડાવી નહીં શકે.’


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 12:02 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK