મોહિત કંબોજની આ પોસ્ટની મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
મોહિત કંબોજ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મોહિત કંબોજે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ‘નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની એક મહિલા નેતા, એક IPS અધિકારી, એક વિધાનસભ્ય અને એક ભૂતપૂર્વ પત્રકારે દેવેન્દ્ર ફડણવીસને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું, જેનો ખુલાસો ટૂંક સમયમાં કરીશ.’ BJPના વરિષ્ઠ નેતાને જેલમાં નાખવાની તૈયારી મહાવિકાસ આઘાડીની સરકારે કરી હોવાની વાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કરી ચૂક્યા છે. દેવેન્દ્ર ફડણવીસની પાછળ કોણ પડ્યું હતું? મોહિત કંબોજની આ પોસ્ટની મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.