Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના રસ્તાઓનો ઇતિહાસ હવે આંગળીના ટેરવે

મુંબઈના રસ્તાઓનો ઇતિહાસ હવે આંગળીના ટેરવે

Published : 10 April, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMC દરેક સાઇનબોર્ડ પર QR કોડ લગાવશે : રસ્તાના કે વિસ્તારના નામ પાછળનો ઇતિહાસ ઍનિમેશન અને વિડિયો દ્વારા જાણી શકાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના રસ્તાઓ અને જાહેર સ્થળોનાં નામ પાછળનો ઇતિહાસ સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે BMC ‘ડિજિટલ મ્યુઝિયમ’ પ્રોજેક્ટ શરૂ કરવાનું છે. શહેરના તમામ રોડનાં સાઇનબોર્ડ પર ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ લગાવવામાં આવશે. QR કોડ સ્કૅન કરતાં જ લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ઑપરેટેડ પેજ પર પહોંચશે જ્યાં તેમને ઍનિમેશન અને વિડિયો દ્વારા જે-તે વ્યક્તિ કે વિસ્તારની માહિતી મળશે.

મુંબઈના આશરે ૧૯,૦૦૦ જેટલા રસ્તાઓ વિવિધ મહાનુભાવોના નામે છે એને આ યોજનામાં આવરી લેવામાં આવશે. એમાં કવિઓ, સમાજસેવકો અને સ્વતંત્રતાસેનાનીઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે અને સાથે જ કૉટનગ્રીન કે બ્રેડ લેન જેવા વિસ્તારોનાં નામ પાછળનાં રસપ્રદ કારણો પણ જાણી શકાશે.



BMC આ પ્રોજેક્ટ માટે શહેરના જાણીતા ઇતિહાસકારોની મદદ લઈને એક સચોટ ડિજિટલ ડેટા-બેઝ તૈયાર કરશે જેથી મુંબઈની વિરાસતને જીવંત રાખી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK