Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં પ્રદૂષણ માટે પાડોશી શહેરો પણ જવાબદાર હોઈ શકે: બૉમ્બે હાઈ કોર્ટ

મુંબઈમાં પ્રદૂષણ માટે પાડોશી શહેરો પણ જવાબદાર હોઈ શકે: બૉમ્બે હાઈ કોર્ટ

Published : 07 March, 2026 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MMRમાં વાયુ-પ્રદૂષણ પર કોર્ટે જાતે કરેલી અરજીની સુનાવણી દરમ્યાન ગુરુવારે આ નિર્દેશ આપવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈની બગડતી હવાની ગુણવત્તા માટે ફક્ત મુંબઈનાં પરિબળો જ જવાબદાર ન હોવાનું અવલોકન કરતાં બૉમ્બે હાઈ કોર્ટે વાયુ-પ્રદૂષણ પર દેખરેખ રાખતી હાઈ પાવર કમિટી (HPC)ને મુંબઈની આસપાસનાં શહેરોમાંથી ઉદ્ભવતા પ્રદૂષણને દૂર કરવા માટે પણ પગલાં સૂચવવા કહ્યું છે.

મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં વાયુ-પ્રદૂષણ પર કોર્ટે જાતે કરેલી અરજીની સુનાવણી દરમ્યાન ગુરુવારે આ નિર્દેશ આપવામાં આવ્યો હતો.



મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે નોંધ્યું કે મુંબઈને અસર કરતું પ્રદૂષણ પાડોશમાંથી આવતું હોવાની શક્યતા છે અને સમિતિને એની ભલામણો તૈયાર કરતી વખતે આ પાસાને ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો.


અટલ સેતુ પાર કરતી વખતે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોવાની દલીલ બાદ બેન્ચે ટિપ્પણી કરી હતી કે દિલ્હીમાં પણ આવાં જ પ્રાદેશિક પરિબળો જોવા મળ્યાં હતાં, પ્રદૂષણ ઘણી વાર હરિયાણા જેવાં પાડોશી રાજ્યોમાં થતી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું હોય છે.

કોર્ટે હવે આ મામલાને એક મહિના પછી વધુ સુનાવણી માટે મુલતવી રાખ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK