Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીનો FOB મજબૂત અને સુરક્ષિત છે, ચિંતા કરવાનું કારણ નથી

બોરીવલીનો FOB મજબૂત અને સુરક્ષિત છે, ચિંતા કરવાનું કારણ નથી

Published : 02 June, 2026 10:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલી સ્ટેશન પાસેના ફુટઓવર બ્રિજમાં તિરાડ હોવાનો વિડિયો વાઇરલ થયો એને પગલે વેસ્ટર્ન રેલવેની સ્પષ્ટતા

બોરીવલી ફુટઓવર બ્રિજની નીચે દેખાતી તડ એ તડ નથી, પણ સ્લૅબની ડિઝાઇનનો જ એક ભાગ છે એવું વેસ્ટર્ન રેલવેનું કહેવું છે

બોરીવલી ફુટઓવર બ્રિજની નીચે દેખાતી તડ એ તડ નથી, પણ સ્લૅબની ડિઝાઇનનો જ એક ભાગ છે એવું વેસ્ટર્ન રેલવેનું કહેવું છે


થોડા વખત પહેલાં બોરીવલી સ્ટેશન પાસેના ફુટઓવર બ્રિજ (FOB)માં તડ પડી ગઈ હોવાથી અને એ નમી ગયો હોવાથી જોખમી બની ગયો હોવાનું જણાવતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યાર બાદ વેસ્ટર્ન રેલવે દ્વારા એની ઝીણવટભરી તપાસ કરાઈ હતી અને એ ફુટઓવર બ્રિજ મજબૂત અને સુરક્ષિત હોવાનું તારણ વેસ્ટર્ન રેલવેએ કાઢ્યું છે અને મુસાફરોને સબસલામત હોવાની જાણ સોશ્યલ મીડિયા દ્વારા પર કરી છે.

પહેલાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં એવું કહેવાયું હતું કે બ્રિજ પર તડ પડી ગઈ છે અને એ થોડો નમી ગયો છે અને જોખમી પણ લાગી રહ્યો છે. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ તેમણે કરેલી ચકાસણીમાં કોઈ તડ દેખાઈ નથી અને જે નમી ગયેલો ભાગ છે એ સ્લૅબની ડિઝાઇનનો ભાગ છે અને એ સેફ છે, એ કોઈ ખામી નથી, બ્રિજ પૂરી રીતે સુરક્ષિત છે. 



વેસ્ટર્ન રેલવે દ્વારા પૅસેન્જરોને અપીલ કરતાં કહેવામાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા પર ફરતી ઑફિશ્યલ ન હોય એવી ભ્રામક માહિતી સર્ક્યુલેટ કરવાથી બચો અને કોઈ પણ માહિતીની સચ્ચાઈ જાણવા ઑફિશ્યલ સાઇટનો જ ભરોસો કરો, રેલવેની ચકાસણી મુજબ બોરીવલીનો એ FOB પૂર્ણપણે સુરક્ષિત છે અને પૅસેન્જરોની અવરજવર એના પર સામાન્ય રીતે ચાલુ રહેશે. 


સેન્ટ્રલ રેલવેમાં મે મહિનામાં બે લાખ લોકો વિધાઉટ ટિકિટ પકડાયા હતા, ૧૩.૯૪ કરોડ રૂપિયાના દંડની વસૂલાત થઈ

સેન્ટ્રલ રેલવેએ મે મહિનામાં વગર ટિકિટે મુસાફરી કરતા બે લાખ જેટલા મુસાફરોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી ૧૩.૯૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ દંડની રકમ ૧૪૦ ટકા વધુ હતી. ગયા વર્ષના મે મહિનામાં ૧.૨૪ લાખ ટિકિટ વગરના પૅસેન્જર પકડાયા હતા અને તેમની પાસેથી ૫.૮૧ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં સેન્ટ્રલ રેલવેમાં ૧.૩૪ લાખ પૅસેન્જરો વગર ટિકિટે પ્રવાસ કરતા ઝડપાયા હતા, જ્યારે વેસ્ટર્ન રેલવેએ એપ્રિલ ૨૦૨૬માં વગર ટિકિટે પ્રવાસ કરનારાઓ પાસેથી અત્યાર સુધીનો સૌથી વધુ ૨૭.૩૭ કરોડનો દંડ વસૂલ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK