Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચમી ઑક્ટોબરથી BESTના ૧૪ રૂટમાં ફેરફાર, ૮ રૂટ પર AC સર્વિસ શરૂ થશે

પાંચમી ઑક્ટોબરથી BESTના ૧૪ રૂટમાં ફેરફાર, ૮ રૂટ પર AC સર્વિસ શરૂ થશે

Published : 02 October, 2026 10:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરથી બોરીવલી-ઈસ્ટ વચ્ચે દોડતી A-471 રૂટની બસ નબળા પ્રતિસાદને કારણે બંધ થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ દ્વારા મુસાફરોની સુવિધા અને નેટવર્કને સુવ્યવસ્થિત કરવાના હેતુથી પાંચમી ઑક્ટોબરથી મુંબઈના ૧૪ બસરૂટમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર અંતર્ગત ૮ સામાન્ય બસરૂટને AC સર્વિસમાં ફેરવવામાં આવશે, જ્યારે નબળા પ્રતિસાદને કારણે ઘાટકોપર અને બોરીવલી-ઈસ્ટ વચ્ચે દોડતી A-471 નંબરની બસ કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ ફેરફારો ઘાટકોપર, અંધેરી, બોરીવલી અને સાયન જેવાં મુખ્ય ઉપનગરોને આવરી લે છે. મજાસ ડેપોથી ઊપડતી ૩ સર્વિસ A-22, A-35 અને A-39 હવે ડેપોને બદલે SEEPZ સુધી દોડશે. બીજી તરફ રૂટ-નંબર A-30ને રમાબાઈનગરથી લંબાવીને ઘાટકોપર અને વિક્રોલી ડેપો સુધી લઈ જવામાં આવશે, જ્યારે A-419 અને A-427 ઘાટકોપર ડેપોથી સંઘર્ષનગર અને ફિલ્ટરપાડા તરફ ઑપરેટ થશે.
આ ઉપરાંત અંધેરી સ્ટેશન સુધી જતી A-433 નંબરની બસને જુહુ-વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (JVPD) બસ-સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે. પીક અવર્સ દરમ્યાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને A-42, A-245 અને A-276 રૂટ પર વધારાની ફેરીઓ શરૂ કરવામાં આવશે.
મુસાફરોને આરામદાયક પ્રવાસ પૂરો પાડવા માટે BEST ૮ રેગ્યુલર રૂટ પર હવે AC બસ-સર્વિસ દોડાવશે. એમાં ૧૫૩, ૨૨૩, ૨૪૨, ૨૪૯, ૨૬૬, ૩૧૨, ૪૨૩ અને C-505 રૂટનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK