Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવેનો એકરાર : CSMT પર એક જ ટ્રૅક પર બે લોકલ સામસામે આવવાની ઘટના હ્યુમન એરર

સેન્ટ્રલ રેલવેનો એકરાર : CSMT પર એક જ ટ્રૅક પર બે લોકલ સામસામે આવવાની ઘટના હ્યુમન એરર

Published : 25 April, 2026 11:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટરમૅનની સતર્કતા તેમ જ ઑક્ઝિલરી વૉર્નિંગ સિસ્ટમ અને ઇન્ટરલૉકિંગ જેવી લેટેસ્ટ સેફ્ટી સિસ્ટમને કારણે આ અકસ્માત ટળી ગયો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર એક જ ટ્રૅક પર બે લોકલ ટ્રેનો સામસામે આવવાની ઘટના માનવીય ભૂલને કારણે બની હતી. મોટરમૅનની સતર્કતા તેમ જ ઑક્ઝિલરી વૉર્નિંગ સિસ્ટમ (AWS) અને ઇન્ટરલૉકિંગ જેવી લેટેસ્ટ સેફ્ટી સિસ્ટમને કારણે આ અકસ્માત ટળી ગયો હતો એવો દાવો મધ્ય રેલવેએ કર્યો હતો. જોકે આ ઘટના માટે જવાબદાર સ્ટેશન માસ્ટર (કન્ટ્રોલર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

૨૧ એપ્રિલે બદલાપુરથી CSMT આવતી ફાસ્ટ લોકલ ટ્રેન પ્લૅટફૉર્મ ૪ પર આવવાની ધારણા હતી. જોકે સ્ટેશન માસ્ટર (કન્ટ્રોલર)એ ભૂલથી પ્લૅટફૉર્મ પાંચ માટે લોકલ ટ્રેનને સિગ્નલ આપ્યું હતું. ખોપોલી જનારી લોકલ ટ્રેન એ જ પ્લૅટફૉર્મ પર ઊભી હતી. સિગ્નલ મળ્યા પછી લોકલ ટ્રેન આગળ વધી હતી. જોકે બદલાપુરથી ટ્રેન લઈને આવેલા મોટરમૅને ત્યાર બાદ રેડ સિગ્નલ જોઈને અને આગળ ટ્રેન ઊભેલી છે એ જોઈને ટ્રેન રોકી દીધી હતી.   


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK