ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે જયજિનેન્દ્ર આરાધના ભવન, ૩૬, જનકલ્યાણ સોસાયટી, મહાવીર ચોક પાસેથી પાલખીયાત્રા નીકળી હતી
પૂ. શાંતાબાઈ મહાસતીજી
ગોંડલગચ્છ શિરોમણિ પૂ. જરારાજજી મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. સૂર્ય-વિજય મહાસતીજીનાં સુશિષ્યા શાંતમૂર્તિ પૂ. શાંતાબાઈ મ.સ. ૯૫ વર્ષની વયે ૬૭ વર્ષના દીક્ષાપર્યાય સહિત ગઈ કાલે ૩૧ માર્ચે મહાવીર જયંતીના સવારે ૯.૩૧ વાગ્યે પૂ. ભાનુબાઈ મ.સ.ના શ્રીમુખે અંતિમ આરાધના સહિત કાળધર્મ પામ્યાં છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે જયજિનેન્દ્ર આરાધના ભવન, ૩૬, જનકલ્યાણ સોસાયટી, મહાવીર ચોક પાસેથી પાલખીયાત્રા નીકળી હતી. વેરાવળમાં માતા ફુલકુંવરબહેન અને પિતા હંસરાજ શાહના ગૃહાંગણે જન્મેલાં શાંતાબહેને વિ.સં. ૨૦૧૫ વૈશાખ સુદ - ૩ના આચાર્ય પૂ. પુરુષોત્તમજી મ.સા.ની આજ્ઞાથી પૂ. સવિતાબાઈ મ.સ.ના હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. હરેશ વોરા, દિનેશ દોશી વગેરેએ વૈયાવચ્ચમાં સેવા બજાવી હતી. લોનાવલામાં પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
