Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેમાં ઇલેક્શન કમિશનના ઑફિસરની કારને આગ ચાંપવામાં આવી

પુણેમાં ઇલેક્શન કમિશનના ઑફિસરની કારને આગ ચાંપવામાં આવી

Published : 05 November, 2024 02:29 PM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનામાં આગ લગાડનાર આરોપી સોપાન ઓવ્હાળ દિવ્યાંગ છે

કારને આગ લગાડવાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી

કારને આગ લગાડવાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી


પુણેના ચિંચવડ વિધાનસભાના ચૂંટણી કમિશનના ઑફિસરની ઑફિસની બહાર પાર્ક કરવામાં આવેલી કારને આગ ચાંપવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે બની હતી. આ ઘટનાને કારણે પિંપરી-ચિંચવડમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આગ વધુ લાગે એ પહેલાં જ એના પર કાબૂ મેળવી લેવાયો, કારને એથી થોડુંઘણું જ નુકસાન થયું હતું.    


આ ઘટનામાં આગ લગાડનાર આરોપી સોપાન ઓવ્હાળ દિવ્યાંગ છે. તે લાંબા સમયથી સરકારી યોજના હેઠળ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)માં ઘરની માગણી કરી રહ્યો હતો પણ તેને ઘર ફાળવવામાં ન આવતાં તે નિરાશ થઈ ગયો હતો. એથી તેણે આ પગલું ભર્યું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. જોકે કારને આગ લગાવી દેવાની એ ઘટનામાં PMCના કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. પિંપરી-ચિંચવડ પોલીસે આ સંદર્ભે સોપાન ઓવ્હાળ અને તેની સાથે આવેલા તેના બે સાથીદારોને તાબામાં લીધા છે. આરોપી સોપાને આ પહેલાં ૧૫ ઑગસ્ટે પુણેના મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહની કાર તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. હવે પોલીસ તેની સામે શું પગલાં લે છે એના પર લોકોની નજર છે.   


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2024 02:29 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK