કલ્યાણ પશ્ચિમના ગૌરીપાડા વિસ્તારના રહેવાસી અજય મ્હાત્રેએ સોમવારે રાત્રે કલ્યાણ પશ્ચિમના પ્રેમ ઓટો વિસ્તારમાં આવેલી `રિયલ બીયર શૉપ`માંથી બે બોટલ બીયર ખરીદી હતી. ઘરે જઈને બીયર પીધા પછી, તેની તબિયત અચાનક બગડી ગઈ હતી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
થાણે જિલ્લાના કલ્યાણ શહેરના પશ્ચિમ ભાગમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક્સપાયરી ડેટ વાળી બીયર પીધા પછી એક વ્યક્તિની તબિયત અચાનક બગડી ગઈ અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા કલ્યાણ એક્સાઇઝ વિભાગે સંબંધિત બીયર શૉપમાંથી એક્સપાયરી ડેટ વાળી બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેથી હવે પ્રશાસન દોડતું થઈ ગયું છે અને આસપાસના વિસ્તારોમાં આવેલી દારૂની દુકાનોમાં પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ખરેખર ઘટના શું બની?
ADVERTISEMENT
કલ્યાણ પશ્ચિમના ગૌરીપાડા વિસ્તારના રહેવાસી અજય મ્હાત્રેએ સોમવારે રાત્રે કલ્યાણ પશ્ચિમના પ્રેમ ઓટો વિસ્તારમાં આવેલી `રિયલ બીયર શૉપ`માંથી બે બોટલ બીયર ખરીદી હતી. ઘરે જઈને બીયર પીધા પછી, તેની તબિયત અચાનક બગડી ગઈ હતી. પરિવારના સભ્યોએ તેને તાત્કાલિક કલ્યાણની રૂક્મણીબાઈ હૉસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે, એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું.
બિયર શૉપમાં એક્સપાયરી ડેટ વાળી સ્ટોક મળી આવ્યો
View this post on Instagram
અજય મ્હાત્રેની તબિયત બગડ્યા બાદ, તેના કેટલાક મિત્રો રીઅલ બીયર શૉપમાં ગયા અને પૂછપરછ કરી હતી. તે સમયે, તેમને દુકાનમાં એક્સપાયરી ડેટ વાળી થોડી બીયરની બોટલો મળી આવી હતી, જેથી તેમણે તેમણે તાત્કાલિક કલ્યાણની મહાત્મા ફુલે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરતાં પોલીસે આ અંગે એક્સાઇઝ વિભાગને જાણ કરી હતી. મંગળવારે સવારે કલ્યાણ એક્સાઇઝ વિભાગના અધિકારીઓ તાત્કાલિક રીઅલ બીયર શૉપમાં પ્રવેશ્યા હતા અને અધિકારીઓએ બીયર શૉપમાં રાખવામાં આવેલા તમામ પ્રકારના દારૂનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન, એક્સાઇઝ વિભાગના અધિકારીઓને મોટી સંખ્યામાં એક્સપાયર્ડ બીયર બોટલોનો સ્ટૉક મળી આવ્યો હતો. હાલમાં, એક્સાઇઝ વિભાગે આ બીયર શૉપમાં જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે.
પીડિત અજય મ્હાત્રેના મિત્રો અને વિસ્તારના નાગરિકોએ એક્સપાયર્ડ માલ વેચતા આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેથી, આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર સૌનું ધ્યાન છે. આ સાથે હવે મુંબઈ અને આસપાસના શહેરોમાં પણ એક્સપાયર્ડ દારૂ વેચનાર સામે કાર્યાવહી હાથ ધરવામાં આવશે, એવું લાગી રહ્યું છે અને અધિકારીઓને નાગરિકોને એવી પણ અપીલ કરી છે કે કોઈપણ ખાદ્ય પદાર્થ અથવા દારૂ પણ ખરીદતા પહેલા તેની એક્સપાયરી ડેટ જરૂર ચેક કરી લેવી જોઈએ. આ સાથે એક્સાઇઝ વિભાગ વધુ કેટલા એક્સપયાર્ડ બીયર પીવાથી લોકો હૉસ્પિટલમાં દાખલ થયા છે, તેની પણ તપાસ કરી રહ્યા છે, જેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેનું લાઇસન્સ પણ રદ કરવા માટે કેસ વધુ મજબૂત બને તે અંગે તપાસ શરૂ કરી છે.


