Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેરી ખરીદતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક તપાસ કેવી રીતે કરવી?

કેરી ખરીદતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક તપાસ કેવી રીતે કરવી?

Published : 12 May, 2026 09:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FDAના અધિકારીઓએ ‘મિડ-ડે’ને કૃત્રિમ રીતે પાકેલા ફળ અને કુદરતી જાતો વચ્ચેનો તફાવત જણાવવા માટે સરળ પગલાં જાહેર કર્યાં

કેરીઓ

કેરીઓ


કેરીની મોસમ ખીલતાં બજારોમાં આફૂસ અને અન્ય લોકપ્રિય જાતો છૂટથી વેચાઈ રહી છે ત્યારે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ મુંબઈનાં બજારોમાં કેમિકલથી પકવેલી કેરી વેચાઈ રહી છે એ વિશે લોકોને ચેતવણી આપતી ગ્રાહક જાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે.

કેરી પકવવા માટે કેમિકલના ઉપયોગ અંગે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં કાર્યવાહી કર્યા પછી FDAએ હવે શહેરના ઘણા ભાગોમાં ઇન્સ્પેક્શન વધાર્યું છે. એમાં મલાડ, બોરીવલી, કાંદિવલી, ડોંગરી અને ગિરગામનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વેપારીઓ અને રસ્તાની બાજુના ફેરિયાઓ પાસેથી લૅબ ટેસ્ટિંગ માટે કેરીના નમૂના લેવામાં આવ્યા છે.



FDAએ મુંબઈગરાઓને અધિકૃત વિક્રેતાઓ પાસેથી કેરી ખરીદવાની અને કૃત્રિમ રીતે પાકેલાં દેખાતાં ફળો ખરીદવાનું ટાળવાની અપીલ કરી છે. 


જૉઇન્ટ કમિશનર ઑફ ફૂડ મહેશ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગ્રાહકોએ કેરી ફક્ત એટલા માટે ન ખરીદવી જોઈએ કારણ કે એ દેખાવમાં આકર્ષક લાગે છે. ગ્રાહકોએ કેરી ખરીદતાં પહેલાં કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. જે ફળો અકુદરતી રીતે અતિશય બ્રાઇટ કલરનાં અથવા એકસરખાં પીળાં દેખાય છે એ શંકાસ્પદ હોવાં જોઈએ. કુદરતી રીતે પાકેલી કેરીમાં સામાન્ય રીતે સંપૂર્ણ સમાન રંગ હોતો નથી.’ 

FDA અધિકારીઓના મતે કુદરતી રીતે પાકેલી કેરી સામાન્ય રીતે મીઠી સુગંધ ધરાવે છે અને ધીમે-ધીમે નરમ પડે છે. એનાથી વિપરીત રાસાયણિક રીતે પ્રક્રિયા કરાયેલાં ફળો બહારથી પાકેલાં દેખાઈ શકે છે, જ્યારે અંદર સખત અથવા કાચાં રહે છે.


કેરી કઈ રીતે ચેક કરવી? 
અધિકારીઓએ લોકોને કેરી ખરીદતાં પહેલાં દાંડીનું નજીકથી નિરીક્ષણ કરવાની ચેતવણી પણ આપી હતી. પાઉડર જેવા અવશેષો, અસામાન્ય પૅચ અથવા દાંડી પાસે કેમિકલ જેવાં નિશાનો અથવા ટ્રાન્સપોર્ટેશન વખતે પાકવાના એજન્ટો (કેમિકલ)ના સંપર્કમાં આવી હોઈ શકે છે.

FDA ખરીદદારોને અપીલ કરે છે કે...

શક્ય હોય ત્યારે અધિકૃત વિક્રેતાઓ પાસેથી કેરી ખરીદો.
સંપૂર્ણ રંગીન અથવા વધુ પડતા બ્રાઇટ કલરનાં દેખાતાં ફળો ટાળો.
કેરી ખાતાં પહેલાં સારી રીતે ધોઈ લો.
અકુદરતી રીતે પાકેલી અથવા પકવેલી કેરીના શંકાસ્પદ વેચાણની જાણ FDAના અધિકારીઓને કરો.
રાસાયણિક રીતે સારવાર કરાયેલી કેરીઓમાં...
દાંડી પાસે પાઉડર જેવા અવશેષો હોય છે.
કાપ્યા પછીનો પલ્પ ફિક્કો, કાચો અથવા સખત.
વિચિત્ર સ્વાદ અથવા અસામાન્ય આફ્ટરટેસ્ટ.
ત્વચા પર કાળી ફોલ્લીઓ અથવા બળી જવા જેવાં નિશાન.
વધારે ચમકીલા અથવા એકસરખો રંગ.
અતિશય ચળકતી અથવા પૉલિશ્ડ દેખાતી ત્વચા.
કુદરતી ફળની સુગંધનો અભાવ.
પાકેલી દેખાવા છતાં કડક હોય છે.

-અભિતાષ સિંહ

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK