Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમારી ચોરાયેલી કાર બનાવટી દસ્તાવેજ સાથે કઈ રીતે સેકન્ડ-હૅન્ડ માર્કેટમાં વેચાવા આવે છે એ જાણી લો

તમારી ચોરાયેલી કાર બનાવટી દસ્તાવેજ સાથે કઈ રીતે સેકન્ડ-હૅન્ડ માર્કેટમાં વેચાવા આવે છે એ જાણી લો

04 May, 2024 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ રીતે વેચાયેલાં ૫.૫ કરોડ રૂપિયાનાં ૨૯ વાહનો જપ્ત કર્યાં છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અલગ-અલગ રાજ્યોમાંથી ચોરાયેલાં વાહનો અને ગેરકાયદે મેળવેલાં વાહનોના એન્જ્નિ નંબર અને શૅસિ નંબર બદલાવી, એના બનાવટી દસ્તાવેજો બનાવી એ વાહનો સેકન્ડ-હૅન્ડ માર્કેટમાં વેચતી આંતરરાજ્ય ટોળકીનો નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. એ સદંર્ભે ૧૦ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે અને અમરાવતીની રીજનલ ટ્રાન્સ્પોર્ટ ઑફિસ (RTO)ના ત્રણ કર્મચારીઓ સામે પણ ગુનો નોંધાયો છે. નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ રીતે વેચાયેલાં ૫.૫ કરોડ રૂપિયાનાં ૨૯ વાહનો જપ્ત કર્યાં છે.

આ ટોળકી દ્વારા એવા વેહકિલ-ઓનર્સનો સંપર્ક સાધવામાં આવતો જે ઇન્સ્ટૉલમેન્ટ ન ભરી શકતા હોય. તેમની પાસેથી એ વાહનો સસ્તામાં લઈ લેવાતાં અને કહેવાતું કે અમે તમારા બાકીના ઇન્સ્ટૉલમેન્ટ ભરી દઈશું. ત્યાર બાદ બે-ત્રણ ઇન્સ્ટૉલમેન્ટ ભર્યા બાદ એ વાહનો ચોરાઈ ગયાં હોવાની ઑનલાઇન ફરિયાદ કરી દેવાતી. ત્યાર બાદ એ વાહનોના એન્જિન નંબર અને શૅસિ નંબર બદલાવી એ વાહનો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલૅન્ડ લઈ જવાતાં. એ પછી એ વાહનોનું ત્યાં રજિસ્ટ્રેશન કરાતું. એક વાર ત્યાં વાહન રજિસ્ટર થઈ જાય એટલે એને પાછું મહારાષ્ટ્રમાં લાવી માર્કેટ કરતાં સસ્તા ભાવે વેચી નાખવામાં આવતું. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોને માહિતી મળતાં તેમણે વૉચ રાખી કેટલાંક વાહનો ઝડપ્યાં હતાં અને તપાસ કરતાં આ રૅકેટનો પર્દાફાશ થયો હતો. આવા કેસમાં RTOના કર્મચારીઓ સાથે મિલીભગત હોવાથી એ વાહનોને ફિઝિકલ ચેક નહોતાં કરવામાં આવતાં અને માત્ર દસ્તાવેજોના આધારે ટ્રાન્સફર કરી દેવાતાં હતાં. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ૧૦ એજન્ટની ધરપકડ કરી છે અને અમરાવતીના ત્રણ RTO કર્મચારીઓ સામે ગુનો પણ નોંધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK