બિલ્ડિંગમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઘટનાસ્થળ
સોમવારે સાંજે ઘાટકોપર-વેસ્ટમાં આવેલા મેટ્રોપોલ બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી. આગ સામાન્ય હતી અને વધુ ફેલાઈ નહોતી એટલે ૧૫ મિનિટમાં કાબૂમાં આવી ગઈ હતી. કમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો અંદર હાજર હતા જેમને સમયસૂચકતા દાખવીને બચાવી લેવાયા હતા. ઝુનઝુનવાલા કૉલેજની બાજુમાં આવેલા આ બિલ્ડિંગના બીજા માળે ઑફિસમાં કામ કરતી બે મહિલાને ઇલેક્ટ્રિક વાયરમાં સ્પાર્કનો અવાજ સંભળાતાં તેમણે અન્ય લોકોને ચેતવણી આપી હતી. સાંજે ૫.૫૦ વાગ્યે લાગેલી આગ વધુ ફેલાય એ પહેલાં ફાયર-બ્રિગેડે કાબૂમાં લીધી હતી તેમ જ બિલ્ડિંગમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.


