મુંબઈ-સુરત વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણીના ફર્સ્ટ ક્લાસમાં હવે ફક્ત ફર્સ્ટ ક્લાસનો સીઝન પાસ ધરાવનારા લોકો જ પ્રવાસ કરી શકશે
ફ્લાઈંગ રાની
મુંબઈ-સુરત વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણીના ફર્સ્ટ ક્લાસમાં હવે ફક્ત ફર્સ્ટ ક્લાસનો સીઝન પાસ ધરાવનારા લોકો જ પ્રવાસ કરી શકશે. રેગ્યલુર ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવીને એમાં પ્રવાસ નહીં કરી શકાય.
આવા ફેરફાર કરવામાં આવ્યા છે એની જાણ કરવા વેસ્ટર્ન રેલવેએ દરેક સ્ટેશને એ માટેનો સર્ક્યુલર મોકલાવ્યો છે. ફ્લાઇંગ રાણીના ફર્સ્ટ ક્લાસ માટે હવે રેગ્યુલર વન ડે ટિકિટ નહીં મળી શકે. ટૂરિસ્ટ પાસ, મેલ-એક્સપ્રેસની ટિકિટ કે લોકલ ટિકિટ સાથે ફ્લાઇંગ રાણીના ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરનારાઓ હવે પછી વિધાઉટ ટિકિટ ગણાશે.
