° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


સિલિન્ડર બ્લાસ્ટમાં ચાર મહિનાના બાળક સહિત ચાર જણ દાઝી ગયા

01 December, 2021 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે ૭ વાગ્યે ગૅસનું સિલિન્ડર ફાટ્યું હતું ત્યારે બધા સૂતા હતા એટલે આગથી બચવા માટે તેઓ ઝડપથી ઘરની બહાર દોડી ન શકતાં સખત દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

વરલીની બીડીડી ચાલના આ ઘરમાં થયો હતો સિલિન્ડર બ્લાસ્ટ.  આશિષ રાજે

વરલીની બીડીડી ચાલના આ ઘરમાં થયો હતો સિલિન્ડર બ્લાસ્ટ. આશિષ રાજે

વરલીમાં આવેલા એક ઘરમાં ગઈ કાલે સવારે ગૅસ-સિલિન્ડર ફાટતાં એક જ પરિવારના ચાર જણને ઈજા થઈ હતી. ધડાકા બાદ લાગેલી આગમાં એક ટીનેજર સહિત બેની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. સવારે ૭ વાગ્યે ગૅસનું સિલિન્ડર ફાટ્યું હતું ત્યારે બધા સૂતા હતા એટલે આગથી બચવા માટે તેઓ ઝડપથી ઘરની બહાર દોડી ન શકતાં સખત દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 
ફાયરબ્રિગેડના પ્રવક્તા દ્વારા અપાયેલી માહિતી મુજબ ગઈ કાલે સવારે ૭.૧૧ વાગ્યે વરલીમાં ગણપતરાવ જાધવ માર્ગ પરની બીડીડી ચાલમાં આવેલા એક ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ચાર મહિનાનું બાળક મંગેશ પુરી, પાંચ વર્ષનું વિષ્ણુ પુરી, ૨૭ વર્ષના આનંદ પુરી અને ૨૫ વર્ષની વિદ્યા પુરી ગંભીર રીતે જખમી થતાં તેમને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે. વિદ્યા અને વિષ્ણુ પુરીની તબિયત ખૂબ ખરાબ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. આગની જાણ કરાયા બાદ ફાયરબ્રિગેડ, પોલીસ અને સુધરાઈના વૉર્ડ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 
૯.૪૪ વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. દરમ્યાન, દાઝી ગયેલાઓને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યારે એક કલાક સુધી કોઈ ડૉક્ટર હાજર ન હોવાનો વિડિયો વાયરલ થયા બાદ હૉસ્પિટલના ડીન ડૉ. રમેશ ભારમલે આ મામલે તપાસનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

01 December, 2021 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbai Covid-19 Update: મુંબઈમાં ગુરુવારે 5,708 કેસ નોંધાયા, 15440 થયા સ્વસ્થ

ગુરુવારે મુંબઈમાં 5,708 નવા કોરોનાના નવા કેસ નોંધાયા હતા. 15 હજાર 440 લોકોએ કોરોનાને માત આપી છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 12 લોકોના મોત થયા છે.

20 January, 2022 07:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Bully Bai એપ કેસમાં ચોથા આરોપીની મુંબઈ પોલીસે કરી ધરપકડ

બુલ્લી બાઈ એપ વિવાદમાં મુંબઈ પોલીસે મામલેના ચોથા આરોપીની ઓરિસ્સામાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ નીરજ સિંહ તરીકે થઈ છે.

20 January, 2022 05:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં શાળાને લઈને મોટો નિર્ણય, 24 જાન્યુઆરીથી આ બાળકો માટે સ્કૂલ શરૂ

શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે ધોરણ 1થી 12 સુધી બધા માટે શાળાઓ 24 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

20 January, 2022 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK