Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં મેટ્રોના ખોદકામમાં MGLની પાઇપલાઇનમાં પંક્ચર પડ્યું, ગૅસ લીક થવાથી ૩૦ બિલ્ડિંગમાં સપ્લાય બંધ કરવી પડી

થાણેમાં મેટ્રોના ખોદકામમાં MGLની પાઇપલાઇનમાં પંક્ચર પડ્યું, ગૅસ લીક થવાથી ૩૦ બિલ્ડિંગમાં સપ્લાય બંધ કરવી પડી

Published : 05 September, 2026 10:48 AM | IST | Thane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેમાં મેટ્રોના ખોદકામમાં MGLની પાઇપલાઇનમાં પંક્ચર પડ્યું, ગૅસ લીક થવાથી ૩૦ બિલ્ડિંગમાં સપ્લાય બંધ કરવી પડી

ગૅસ લીક થવાથી ૩૦ બિલ્ડિંગમાં સપ્લાય બંધ કરવી પડી

ગૅસ લીક થવાથી ૩૦ બિલ્ડિંગમાં સપ્લાય બંધ કરવી પડી


થાણે-વેસ્ટમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ માટે રોડના ખોદકામ દરમ્યાન શુક્રવારે વહેલી સવારે ૧૨૫ મિલીમીટરની મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ની પાઇપલાઇન ફાટી ગયા બાદ ગૅસ લીક થયો હતો. આ ઘટના સવારે આશરે ૫.૪૨ વાગ્યે હરદાસનગરમાં વિવિયાના મૉલ નજીક, માજિવડા મેટ્રો સ્ટેશન નજીક સર્વિસ-રોડ પર બની હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર મેટ્રોના બાંધકામમાં સામેલ ભારે મશીનરી આકસ્મિક રીતે અન્ડરગ્રાઉન્ડ ગૅસ પાઇપલાઇન સાથે અથડાઈ એટલે પાઇપ પંક્ચર થઈ હતી જેને કારણે ગૅસ ઝડપથી આસપાસના વિસ્તારમાં લીક થયો હતો.
MGLના ટેક્નિશિયનોએ ક્ષતિગ્રસ્ત ભાગને ઝડપથી અલગ કર્યો હતો અને ગૅસ-સપ્લાયની મુખ્ય લાઇન બંધ કરી દીધી હતી જેનાથી સંભવિત સલામતી જોખમો ટાળી શકાયાં હતાં. સમારકામના કાર્યને કારણે નજીકના વિસ્તારમાં આશરે પચીસથી ૩૦ રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગોમાં પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)ની સપ્લાય ટેમ્પરરી રોકી દેવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 10:48 AM IST | Thane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK