Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા

ગુજરાતીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા

Published : 11 February, 2026 07:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑનલાઇન ઍપ પરથી બોલાવેલી મહિલા પર દાગીના ચોરીનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


 ઘાટકોપર-વેસ્ટની જીવદયા લેનમાં આવેલા એક બિલ્ડિંગમાં રહેતી ૩૮ વર્ષની એક ગુજરાતી મહિલાના ઘરમાંથી અજાણી વ્યક્તિએ ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોર્યા હોવાની ફરિયાદ ગઈ કાલે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. મહિલાએ ઘરની સાફસફાઈ માટે ઑનલાઇન પ્લૅટફૉર્મ પરની એક ઍપ્લિકેશન મારફત મહિલાનેને ઘરે બોલાવી હતી. કામ કરવા આવેલી મહિલા દાગીના તફડાવી ગઈ હોવાનો આરોપ ફરિયાદી મહિલાએ કર્યો છે. આ મામલે પોલીસે સંબંધિત હાઉસહેલ્પ સંદર્ભની માહિતી ભેગી કરી તપાસ હાથ ધરી છે. 

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર કૈલાસ તિર્મરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મહિલા છેલ્લા બે મહિનાથી પતિ, સાસુ અને સસરા સાથે જીવદયા લેનમાં એક બિલ્ડિંગમાં રહે છે. ૪ ફેબ્રુઆરીએ તેણે સોનાના દાગીના ડ્રૉઅરમાં મૂક્યા હતા અને ૮ ફેબ્રુઆરીએ સાંજે પતિ સાથે મૂવી જોવા જવા માટે દાગીના પહેરવા માટે ડ્રૉઅર ખોલતાં એમાંથી સોનાની બંગડી, વીંટી અને ડાયમન્ડ મળીને સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાયું હતું. આ સમયગાળા દરમ્યાન તેમના ઘરમાં ઑનલાઇન પ્લૅટફૉર્મ મારફત બે મહિલાઓ ઘરકામ માટે આવી હતી. અંતે બન્નેમાંથી કોઈક મહિલાએ ચોરી કરી હોવાના આરોપ સાથે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં અમે વધુ તપાસ હાથ ધરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK