Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરતા લોકો વિરુદ્ધ મેદાનમાં ઊતર્યા ગિરગાવકર

ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરતા લોકો વિરુદ્ધ મેદાનમાં ઊતર્યા ગિરગાવકર

Published : 16 October, 2026 01:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેદકારીપૂર્વક વાહન ચલાવનારા તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર શરૂ કરી ઝુંબેશ; વિડિયો રેકૉર્ડ કરીને, શૅર કરીને એની ફરિયાદ કરવાની અપીલ

સ્કૂલ-બસનો ડ્રાઇવર ફોન પર વાત કરતો હતો એના વિડિયોમાંથી લેવામાં આવેલો સ્ક્રીનશૉટ.

સ્કૂલ-બસનો ડ્રાઇવર ફોન પર વાત કરતો હતો એના વિડિયોમાંથી લેવામાં આવેલો સ્ક્રીનશૉટ.


પૂરઝડપે, બેદરકારીપૂર્વક અને બેજવાબદારપણે ડ્રાઇવિંગ કરતા તથા ટ્રાફિકના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ ગિરગામના રહેવાસીઓ દ્વારા સોશ્યલ મીડિયા પર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સામાન્ય ગિરગાવકરો દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશમાં જોડાઈને લોકોને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓનો ફોટો-વિડિયો રેકૉર્ડ કરીને, એને શૅર કરીને એની ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે. 

સ્થાનિક લોકોએ સાઉથ મુંબઈની એક સ્કૂલ-બસનો પીછો કરીને બસ ચલાવતી વખતે ડ્રાઇવર ફોન પર વાત કરતો હતો એનો વિડિયો ઉતાર્યો હતો તથા બસ રોકીને ડ્રાઇવરનો ક્લાસ લીધો હતો. બસમાં રહેલા અટેન્ડન્ટને પણ જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાનું કહેવામાં આવ્યું હતું. 



ઇલેક્ટ્રિક બાઇક ચલાવનારા લોકોની મનમાની, મનફાવે એમ ચલાવે છે બાઇક


આ ઉપરાંત રજિસ્ટર ન કરવામાં આવી હોય એવી ઇલેક્ટ્રિક બાઇક્સ દ્વારા નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન, ખતરનાક ઝડપે ચલાવવામાં આવતાં વાહનો વગેરે બાબતો વિશે પણ સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. ઇલેક્ટ્રિક બાઇક્સનું રજિસ્ટ્રેશન નથી થતું એટલે તેઓ હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઇવ કરે છે, પૂરપાટ બાઇક ચલાવે છે અને સિગ્નલ પણ તોડે છે. રજિસ્ટ્રેશન ન હોય એનો અર્થ એવો નથી કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની છૂટ મળી ગઈ છે. પોલીસ આ મામલે પણ કોઈ પગલાં લે એવી વિનંતી ગિરગામના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.

- અદિતિ અલુરકર


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK