Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં પ્રવેશવાનાં ૪ સ્થળો પર બનશે ગ્રૅન્ડ એન્ટ્રી-ગેટ

મુંબઈમાં પ્રવેશવાનાં ૪ સ્થળો પર બનશે ગ્રૅન્ડ એન્ટ્રી-ગેટ

Published : 26 March, 2026 08:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રોજેક્ટને ગંભીરતાથી લઈને તમામ સંબંધિત વિભાગોને આગામી ૧૫ દિવસની અંદર વિગતવાર કન્સેપ્ટ-પ્લાન રજૂ કરવા માટે જણાવ્યું છે

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


મુંબઈમાં આવતા મુલાકાતીઓનું સ્વાગત કરવા માટે શહેરના મુખ્ય એન્ટ્રી-પૉઇન્ટ્સને વધુ આકર્ષક અને ભવ્ય બનાવવાની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એક મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે.

આ યોજના હેઠળ મુંબઈનાં મહત્ત્વનાં પ્રવેશસ્થાનો એવાં દહિસર, વાશી, ઐરોલી અને મુલુંડ ખાતે ૪ વિશાળ અને સ્થાપત્યની દૃષ્ટિએ અદ્ભુત ગ્રૅન્ડ એન્ટ્રી-ગેટ્સ બનાવવામાં આવશે. BMC પ્રશાસને આ પ્રોજેક્ટને ગંભીરતાથી લઈને તમામ સંબંધિત વિભાગોને આગામી ૧૫ દિવસની અંદર વિગતવાર કન્સેપ્ટ-પ્લાન રજૂ કરવા માટે જણાવ્યું છે.



આ પ્રોજેક્ટના અમલીકરણમાં ઐરોલી પ્રવેશદ્વારના કામને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઐરોલી સાઇટ પર જે રીતે કામગીરી આગળ વધશે એ અન્ય ૩ સ્થાનો માટે એક રોડ-મૅપ તરીકે કામ કરશે. આ પ્રવેશદ્વારો માત્ર શહેરની સીમા દર્શાવતાં સ્થાપત્યો જ નહીં પરંતુ શહેરી સુંદરતા અને ઉચ્ચ કક્ષાની જાહેર સુવિધાઓનાં હબ તરીકે પણ નમૂનેદાર બની રહેશે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં લૅન્ડસ્કેપિંગ, ગ્રીન કવર (હરિયાળી) વધારવું અને પ્રવાસન ક્ષમતા વિકસાવવા જેવાં પાસાંઓ પર પણ ધ્યાન આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK