Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હીટવેવમાં એક્સટેન્શન

હીટવેવમાં એક્સટેન્શન

29 April, 2024 06:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેમાં રવિવારે બપોરે ૪૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું

ગઈ કાલે બાંદરા બૅન્ડસ્ટૅન્ડ પર અસહ્ય ગરમીથી બચવા દરિયામાં ઊતરેલા લોકો.  (આશિષ રાજે)

ગઈ કાલે બાંદરા બૅન્ડસ્ટૅન્ડ પર અસહ્ય ગરમીથી બચવા દરિયામાં ઊતરેલા લોકો. (આશિષ રાજે)


મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હીટવેવ લંબાવાની શક્યતા છે. હવામાન ખાતાએ અગાઉ શનિવારથી સોમવાર હીટવેવ રહેશે એવી આગાહી કરી હતી. હીટવેવ હવે મંગળવારે પમ અનુભવાશે. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ઘરની બહાર નીકળતી વખતે પાણીની બૉટલ, ટોપી, ‌છત્રી અને સનગ્લાસિસ સાથે રાખવાની સૂચના આપી છે. દિવસ દરમ્યાન ‍સરેરાશ તાપમાન ૩૮થી ૩૯ ડિગ્રી રહી શકે છે, પણ એમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ગઈ કાલે મુંબઈમાં ૩૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું, પરંતુ ગરમ હવાને લીધે એનાથી પણ વધુ ગરમી અનુભવાઈ હતી. થાણેમાં બપોરના પોણાબે વાગ્યે ૪૨.૬ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહેતા સખત ગરમી અનુભવાઈ હતી. આવી જ રીતે નવી મુંબઈ, પનવેલ, વસઈ-વિરારમાં પણ સામાન્ય કરતાં ત્રણેક ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું.



હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન તાપમાન વધારે રહેશે. દિવસ દરમ્યાન સરેરાશ ૩૮ ડિગ્રી તાપમાન રહી શકે છે. રાતના તાપમાનમાં પણ ત્રણેક ડિગ્રીનો વધારો બે દિવસથી નોંધાઈ રહ્યો છે અને આગામી બે દિવસ આવું જ વાતાવરણ રહેશે એટલે બફારો અનુભવાશે.


એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય રીતે ૩૪ ડિગ્રી જેટલું તાપમાન રહે છે, પરંતુ આ વખતે આ મહિનામાં જ બે વખત હીટવેટ આવવાને લીધે તાપમાન ૩૮ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે. ગઈ કાલે દિવસ તો સખત ગરમ રહ્યો હતો, પરંતુ રાતના ૮ વાગ્યે પણ રાતનું તાપમાન ૨૭ ડિગ્રી રહે છે એની સામે ખાસ્સું ૯ ડિગ્રી વધારે એટલે કે ૩૬ ડિગ્રી રહ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK