Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નશાની લત પૂરી કરવા ટ્રેનમાં ચોરી કરનાર ઇગતપુરીનો કુખ્યાત ચોર ઝડપાયો

નશાની લત પૂરી કરવા ટ્રેનમાં ચોરી કરનાર ઇગતપુરીનો કુખ્યાત ચોર ઝડપાયો

Published : 18 November, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણે, ડોમ્બિવલી અને કલ્યાણમાં ૨૦ ફરિયાદ નોંધાઈ હતી

ડોમ્બિવલી GRPએ ધરપકડ કરેલો આરોપી.

ડોમ્બિવલી GRPએ ધરપકડ કરેલો આરોપી.


કલ્યાણથી થાણે વચ્ચે દોડતી લોકલ ટ્રેનોમાં મુસાફરોની ભીડનો ગેરલાભ ઉઠાવીને મુસાફરોના કીમતી સામાન પર હાથસફાઈ કરતા પચીસ વર્ષના અનિલ શિંદેની ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ સોમવારે ધરપકડ કરી છે. આરોપીએ કોઈ કામધંધો કર્યા વગર માત્ર નશાની લત પૂરી કરવા અને સારું જીવન જીવવાની લાલચે ગુનાહિત દુનિયાનો રસ્તો અપનાવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આરોપી સામે થાણે, ડોમ્બિવલી અને કલ્યાણ GRPમાં ૨૦ ફરિયાદ નોંધાઈ હોવાની પણ માહિતી સામે આવી છે તેમ જ માત્ર થાણે નહીં, મુંબઈના પણ વિવિધ વિસ્તારમાં આરોપીએ હાથસફાઈ કરી હોવાનો આરોપ પોલીસે કર્યો છે.

ડોમ્બિવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર બાબાસાહેબ થોરાતે  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સવાર અને સાંજની પીક-અવર્સની ભારે ભીડ વચ્ચે મુસાફરોના મોંઘા મોબાઇલ ફોન, બૅગ અને પર્સ ચોરી કરવાની તેની ચોક્કસ મોડસ ઑપરૅન્ડી હતી. છેલ્લા બે મહિનામાં બનેલી ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લઈને અમે આરોપીને પકડવા માટે ગુપ્ત માહિતીના આધારે છટકું ગોઠવ્યું હતું. આ સઘન તપાસ દરમ્યાન કોપર રેલવે-સ્ટેશન નજીક આરોપી આવ્યો હોવાની માહિતી મળતાં અમે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. મૂળ ઇગતપુરીમાં રહેતા આરોપીની પૂછપરછ અને તપાસના અંતે તેની પાસેથી ચોરીના બે કિંમતી મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. ઇગતપુરીના આ કુખ્યાત ચોરે ખાસ કરીને મુંબઈની લોકલ ટ્રેનોની ભીડભાડને પોતાનો ટાર્ગેટ બનાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK