Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે આજે દીપાવલીની રાત્રિએ

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે આજે દીપાવલીની રાત્રિએ

Published : 08 November, 2026 02:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભુના સાધનાકાળની ઘટનાઓને તાદૃશ્ય કરતી અદ્ભુત ભવ્ય નાટિકા ‘ભગવાન મહાવીર કા મહાસંગ્રામ’ સાથે પ્રભુના મોક્ષમાર્ગની જીવંત અનુભૂતિ કરવા હજારો ભાવિકો જોડાશે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


‘નિર્દયી બનીને એક ગોવાળિયો પ્રભુના કાનમાં ખીલા મારી વેદના આપતો હોય, ક્રૂર બનીને સંગમ નામના એક દેવ પ્રભુને મારણાંતિક ઉપસર્ગ આપતા હોય, ઝેરીલો એક સર્પ પ્રભુને ડંખ મારતો હોય અને છતાં પ્રભુ પોતાની આત્મમસ્તીમાં શાંત ભાવે રમણ કરતા હોય.’ 
આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં ઘટિત થયેલી પ્રભુ મહાવીરના સાધનાકાળની આવી પ્રેરણાત્મક ઘટનાઓ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે દીપાવલી પર્વ પર આયોજિત ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણકના અવસરે તાદૃશ્ય થશે.
સંસારના દરેક યુદ્ધમાં કોઈ ને કોઈ શત્રુ સામે હોય છે, પરંતુ ભગવાન મહાવીરનો મહાસંગ્રામ બહારના કોઈ શત્રુ સામે નહીં, પોતાના ભીતરના કષાયો સામે હતો. અસહ્ય ઉપસર્ગો, અનેક પ્રતિકૂળતાઓ અને કઠિન પરિષહોની વચ્ચે પણ પ્રભુ મહાવીરની સમતા, શાંતિ અને અડગ સાધના અવિચલ રહી. ‘આટલું બધું સહન કરીને પણ કોઈ આટલું શાંત કેવી રીતે રહી શકે?’ આ હૃદયસ્પર્શી પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ વિશેષ નાટિકામાં પ્રભુ મહાવીરની અસાધારણ સહનશીલતા, ક્ષમા, સમતા અને આત્મવિજયની ગાથા મંચ પર જીવંત થશે.
રવિવારે ૮ નવેમ્બરે રાત્રે ૮ વાગ્યે દીપાવલી પર્વ નિમિત્તે આયોજિત આ અવસરે ‘ભગવાન મહાવીર કા મહાસંગ્રામ — ધ ગ્રેટેસ્ટ બૅટલ વૉઝ વિધિન’ નામની અદ્ભુત અને ભવ્ય નાટિકાની પ્રસ્તુતિ દ્વારા પ્રભુની ઘોર સાધનાથી નિર્વાણપ્રાપ્તિ સુધીની યાત્રાની જીવંત અનુભૂતિ કરાવવામાં આવશે.
દીપાવલી પર્વ બાદ આગામી મંગળવારે ૧૦ નવેમ્બરે સવારે ૭ વાગ્યે નૂતન વર્ષના પાવન પ્રભાતે ગુરુ ગૌતમ સ્વામી કેવલજ્ઞાન કલ્યાણકના અવસરે પરમ ગુરુદેવના શ્રીમુખેથી બ્રહ્મનાદે મહામાંગલિક ફરમાવવામાં આવશે.
‘ભગવાન મહાવીર કા મહાસંગ્રામ’ નાટિકા દ્વારા પ્રભુની સાધના અને આત્મવિજયની ગાથા નિહાળવા તેમ જ પરમ ગુરુદેવના શ્રીમુખેથી મહામાંગલિક શ્રવણ કરી નૂતન વર્ષને મંગલમય બનાવવા સમગ્ર મુંબઈ તેમ જ અનેક ક્ષેત્રોમાંથી હજારો ભાવિકો પધારશે. પ્રભુ નિર્વાણ કલ્યાણક તેમ જ નૂતન વર્ષના આ કાર્યક્રમો આરાધ્ય ભક્તિ પાર્ક, પોલીસ હૉકી ગ્રાઉન્ડ, વલ્લભબાગ લેન એક્સ્ટેન્શન, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે યોજાશે. 


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK