Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દીકરાની એક્સ ગર્લફ્રેન્ડ કંગના રનૌત માટે શેખર સુમન પ્રચાર કરવા તૈયાર

દીકરાની એક્સ ગર્લફ્રેન્ડ કંગના રનૌત માટે શેખર સુમન પ્રચાર કરવા તૈયાર

09 May, 2024 10:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સમયે અધ્યયન સુમને કંગના પર કાળો જાદુ કરતી હોવાનો આરોપ કર્યો હતો, શેખર સુમને પણ કંગના પર શારીરિક-માનસિક યાતનાનો આરોપ લગાવ્યો હતો

શેખર સુમન

શેખર સુમન


ઍક્ટર શેખર સુમને ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિધિવત્ પ્રવેશ કરી લીધો છે ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમે BJPની લોકસભાની ઉમેદવાર કંગના રનૌતનો પ્રચાર કરવા જશો? એનો જવાબ તેમણે હકારમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘જો કંગના મને બોલાવે તો હું કેમ ન જાઉં? બિલકુલ જઈશ. આ તો મારી ફરજ છે અને હક પણ છે.’

જોકે ભૂતકાળમાં કંગના અને શેખર સુમનના ઘણા ઝઘડા થઈ ચૂક્યા છે. શેખર સુમનનો દીકરો અધ્યયન અને કંગના ફિલ્મ ‘રાઝ : ધ મિસ્ટરી કન્ટિન્યુઝ’ પછી ૨૦૦૮ની આસપાસ એકબીજાને ડેટ કરતાં હતાં. જોકે પછીથી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું અને અધ્યયન સુમને કંગના પર ઘણા આરોપ લગાવ્યા હતા કે તે કાળો જાદુ કરે છે. શેખર સુમને પણ આરોપ લગાવ્યા હતા કે કંગનાએ મારા દીકરાને શારીરિક અને માનસિક યાતના આપી છે અને તેને અમારા ઘરથી દૂર રાખતી હતી.



જોકે હવે જ્યારે શેખર સુમને આવું કહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયામાં પણ ઘણાં મીમ બનવા લાગ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK