નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ડબલ ડેકર બસમાં મુસાફરી કરી હતી
થાણેમાં ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (TMT)ની ઍર-કન્ડિશન્ડ (AC) ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે સવારે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) મુખ્યાલયથી લુઇસવાડી સુધી અને પાછા મુખ્યાલય સુધી ડબલ ડેકર બસમાં મુસાફરી કરી હતી, જેના માધ્યમથી તેમણે આ નવી સર્વિસ પ્રત્યે પોતાનો વિશ્વાસ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT
TMTના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ડબલ ડેકર બસમાં એકસાથે ૬૫ મુસાફરોને બેસવાની સુવિધા છે, જ્યારે ૩૩ મુસાફરો ઊભા રહીને મુસાફરી કરી શકે છે. આ નવી બસો આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ છે અને મુસાફરોને વધુ સુરક્ષિત તથા આરામદાયક પ્રવાસનો અનુભવ આપશે. હાલમાં આ બસ તીન હાથનાકાથી ગાયમુખ માર્ગ પર દોડશે. ઇલેક્ટ્રિક બસ હોવાથી એ પર્યાવરણને અનુકૂળ છે અને પ્રદૂષણમાં ઘટાડો કરશે. ટૂંક સમયમાં વધુ ૯ ડબલ ડેકર બસ ઉમેરવાની યોજના છે જેનાથી થાણેની મુસાફરી વધુ મજબૂત બનશે.’
