Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરલીમાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ- અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહ્યો

વરલીમાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ- અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહ્યો

Published : 08 May, 2026 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

D, E અને G સાઉથ વૉર્ડના ઘણા ભાગોમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહ્યો હતો તેમ જ અમુક વિસ્તારોમાં દિવસ દરમ્યાન પાણીનું ઓછું દબાણ રહ્યું હતું.

વરલીમાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ

વરલીમાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ


વરલીમાં પાણીની પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ થતાં કાળઝાળ ઉનાળા વચ્ચે મુંબઈગરાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ફેમસ સ્ટુડિયો નજીક ડૉ. ઈ. મોઝેસ રોડ પર ૧૬૫૦ મિલીમીટર વ્યાસની મુખ્ય પાણીની પાઇપલાઇન લીક થવાને કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો હતો, જેના પગલે BMC દ્વારા ગઈ કાલે અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
BMCના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ પાઇપલાઇનમાં તિરાડ પડી ગયા બાદ બુધવારે મોડી રાત્રે લીકેજ થવાનું શરૂ થયું હતું. પાઇપલાઇનના સમારકામ માટે ગુરુવારે D, E અને G સાઉથ વૉર્ડના ઘણા ભાગોમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહ્યો હતો તેમ જ અમુક વિસ્તારોમાં દિવસ દરમ્યાન પાણીનું ઓછું દબાણ રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK