Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મ‌સ્જિદ સ્ટેશન પર સ્કૂલ-ગર્લની છેડતી કરનારા બદમાશને ૨૪ કલાકમાં પકડ્યો પોલીસે

મ‌સ્જિદ સ્ટેશન પર સ્કૂલ-ગર્લની છેડતી કરનારા બદમાશને ૨૪ કલાકમાં પકડ્યો પોલીસે

Published : 17 October, 2026 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક્ઝામ આપવા માટે સ્કૂલ ગયેલી ૧૩ વર્ષની ટીનેજર સવારે લગભગ ૧૦.૪૫ વાગ્યે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે મસ્જિદ રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મ એક અને બે પર આવેલા ફુટ ઓવર બ્રિજ પર ઊભી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક્ઝામ આપવા માટે સ્કૂલ ગયેલી ૧૩ વર્ષની ટીનેજર સવારે લગભગ ૧૦.૪૫ વાગ્યે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે મસ્જિદ રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મ એક અને બે પર આવેલા ફુટ ઓવર બ્રિજ પર ઊભી હતી. દરમ્યાન આરોપી રાકેશ ગૌડે ભીડનો લાભ લઈને કિશોરી સાથે અડપલાં કર્યાં હતાં. ત્યાર બાદ તે તેનો પીછો કરતો છેક પાયધુનીસ્થિત તેના ઘર સુધી પહોંચી ગયો હતો. આ કેસ નોંધાયાના ૨૪ કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 
ટીનેજરે પોતાની મમ્મીને આ ઘટના વિશે જણાવ્યા બાદ પાયધુની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે છેડતીનો ગુનો નોંધીને આ મામલો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)સ્થિત ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપ્યો હતો.
GRP પોલીસે મસ્જિદ રેલવે-સ્ટેશન અને સ્ટેશન પરિસરની બહારના વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. તપાસ દરમ્યાન પોલીસને આરોપી મુસાફિરખાના તરફ જતો હોવાનાં ફુટેજ મળી આવ્યાં હતાં. આના આધારે તેની ઓળખ થઈ શકી હતી અને તેને ઝડપી લેવાયો હતો. આરોપી રાકેશ ગૌડ ગોવંડીનો રહેવાસી છે. પોલીસે તેને કસ્ટડીમાં લઈને કોર્ટમાં રજૂ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK